Sat,16 November 2024,1:54 am
Print
header

મોંઘવારીનો માર, મોબાઈલ પ્લાનના ટેરિફમાં થશે ભાવ વધારો- Gujarat post

જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે  ટેરિફ રેટમાં વધારો કરવામાં આવી શકે છે

કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે

નવી દિલ્હીઃ મોબાઇલ કંપનીયો- એરટેલ, રિલાયન્સ જિઓ અને વૉડાફોન આઇડિયાના ટેરિફ વધી જશે. પ્રાઇવેટ સેક્ટરની ટેલિકૉમ કંપનીઓ તરફથી ચાલુ નાણાંકીય વર્ષની બીજી ત્રિમાસિક એટલે કે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાના ટેરિફ રેટમાં વધારો કરવામાં આવી શકે છે.જો કંપનીઓ તરફથી આવુ નહીં કરવામાં આવે તો સર્વિસની ક્વૉલિટી ખરાબ થઇ શકે છે. 

જિઓના આવ્યાં બાદ શરૂ થયેલી ફાસ્ટ કૉમ્પિટીશન બાદ ઇન્ડસ્ટ્રીએ ડિસેમ્બર 2019થી ભાવમાં વધારો શરૂ કરી દીધો હતો. છેલ્લીવાર ત્રણેય કંપનીઓ તરફથી ટેરિફ દરોમાં વધારા બાદ પ્લાન મોંઘા થઇ ગયા હતા. ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ટૉપ ત્રણ કંપનીઓની આવકમાં 20-25 ટકાનો જોરદાર વધારો થવાની આશા છે.

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરાઈ છે 

ગુજરાત સરકાર દ્વારા નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલું ભરવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch