Sun,17 November 2024,2:54 am
Print
header

Cryptocurrency પર બિલ લાવવાની તૈયારીમાં છે મોદી સરકાર, ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત

બિટકોઇન સહિતની કરન્સીને લઇને મોટા સમાચાર

નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી હાલમાં દુનિયાભરમાં ચર્ચાસ્પદ રોકાણ અને ટ્રેડિંગ બન્યું છે ત્યારે તેને લઈને મોદી સરકાર પણ સક્રિય છે. પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દે બેઠક કરી હતી. જેમાં રિઝર્વ બેંક, નાણા મંત્રાલય, ગૃહ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.મોદી સરકારે ક્રિપ્ટોકરન્સીને લઈ મોટો નિર્ણય લેવાનો મૂડ બનાવી લીધો છે. રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવવાની તૈયારી કરી રહ્યું છે.જેને સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ  ક્રિપ્ટોકરન્સીને લઈ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાયનાન્સની 15 નવેમ્બરે બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે પહેલા જ આ મુદ્દે તેનો પક્ષ સરકાર સામે રાખી દીધો છે અને આ ટ્રેડિંગ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરી છે.

ભારત સરકાર ક્રિપ્ટોકરન્સીને લઈ ચીન જેવું વલણ અપનાવવા તૈયાર નથી.ચીને ડિજિટલ સંપત્તિ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર એક નિયામકના પક્ષમાં છે. જેનો અર્થ ભારત પૂરી રીતે ક્રિપ્ટોકરન્સી પર બેન નહીં લગાવે, પરંતુ તેને લઇને કેટલાક કડક નિયમો બનાવી શકે છે. નોંધનિય છે કે બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સીના ભાવ લાખો રૂપિયા થઇ ગયા છે, ભારતમાં પણ તેનું ટ્રેડિંગ થઇ રહ્યું છે સાથે જ આવા ટ્રેડિંગમાં છેતરપિંડીના પણ કિસ્સા સામે આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch