Mon,18 November 2024,5:52 am
Print
header

PM મોદીના માતા હીરાબાએ લીધી કોરોના રસી, પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને આપી જાણકારી

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના માતા હિરાબાએ કોવિડ-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરતા લખ્યું છે કે મારા માતાએ આજે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો છે. હું દરેકને વિનંતી કરું છું કે તમારી આસપાસના લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરો અને કોરોના સામેની લડાઇમાં મદદરૂપ થાવ.

દેશમાં કોરોના વેક્સિનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવી રહ્યો છે. દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર દેશવાસીઓને અપીલ કરી છે કે જે લોકો હાલ વેક્સિન લેવા પાત્ર છે તેવા લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે મદદ અને પ્રોત્સાહિત કરવાનું કામ કરો.

પીએમ મોદીએ 1 માર્ચે દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો. પ્રધાનમંત્રી સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી હતી. મોદીએ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરતા કહ્યું કે 'મે એઈમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.'

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch