Thu,21 November 2024,4:14 pm
Print
header

મોરબી નકલી ટોલનાકા કાંડ.... જેરામ પટેલના પુત્રની સંડોવણી બાદ અનેક મોટા માથાઓનાં નામો પણ આવશે સામે- Gujarat Post

મોરબીઃ નકલી ટોલનાકા કેસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. તપાસ દરમિયાન ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સિદસરના ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલના પુત્ર અમરશી પટેલનું નામ સામે આવ્યું છે. જે બાદ જેરામ પટેલ મીડિયા સામે આવ્યાં હતા અને કહ્યું કે ફેકટરી અમારા પરિવારની છે.પરંતુ પુત્રએ ફેક્ટરી ભાડે આપ્યાંની જેરામ પટેલની સ્પષ્ટતા છે.તેમનું કહેવું છે કે ભાડુઆત શું કરે તે ખબર નથી. ભાડા કરારની કોપી પણ પોલીસને આપી છે. જગ્યા ભાડે આપી ત્યારે કૌભાંડ થશે તેવો અંદાજ ન હતો.

વાંકનેર નજીક દોઢ વર્ષથી ધમધમતા આ ફેક ટોલ બૂથમાં દરરોજની 1 લાખ રૂપિયાથી વધુની કમાણી થતી હોવાની સાથે અન્ય પણ ચોંકાવનારા તથ્યો સામે આવી શકે છે. નકલી ટોલનાકુ ચલાવનારાને કોણ મદદ કરતું હતુ, તે તપાસ થઇ રહી છે. હાઈવે પર ટોલબુથની સંચાલન કરતી કંપનીએ પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવી નથી, જેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીના કહેવા મુજબ, આ કેસમાં 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસને ગેરકાનૂની રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે તેની જાણ ન હતી કરી. ભૂતકાળમાં થયેલી અરજીઓની પણ તપાસ કરાઇ રહી છે. કૌભાંડીઓએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હોવાનું સામે આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch