Tue,05 November 2024,8:56 am
Print
header

નિમ્ન કક્ષાની રાજનીતિ, મોરબી દુર્ઘટના પર ભાજપના સોશિયલ મીડિયા કો.ઓર્ડિનેટરે કરી વિવાદિત પોસ્ટ, બાદમાં કરી ડિલીટ- gujartatpost

અમદાવાદઃ મોરબીમાં સર્જાયેલી બ્રિજ દુર્ઘટનામાં 141 થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને દેશ-વિદેશમાંથી લોકો કરૂણાંતિકા પર શોક વ્યક્ત કરી રહ્યાં છે, ત્યારે ભાજપના સોશિયલ મીડિયા કો ઓર્ડીનેટરે ચર્ચાસ્પદ પોસ્ટ કરી હતી. તેમણે ટ્વિટર પર મોરબીની ઘટના એક ષડયંત્ર હોવાની આશંકા વ્યકત કરી હતી. ટ્વિટમાં વંદે ભારત ટ્રેન, વડોદરા તોફાન, બાદમાં મોરબીની ઘટના અંગે વિવાદીત પોસ્ટ કરી હતી.જો કે બાદમાં વિવાદ થતાં તેમણે ટ્વિટ ડિલીટ કરી હતી.

ભાજપના મીડિયા સેલે ગુજરાતી અને નેશનલ મીડિયાને આ વીડિયો શેર કર્યો અને વાયરલ કરીને કેપ્શનમાં લખ્યું - ''મોરબી મેં પુલ દુર્ઘટનાગ્રસ્ત હોને સે થોડી મિનટ પહલે કા વીડિયો. કઈ યુવા બ્રિજ પર મસ્તી કરતે દિખે.'' ભાજપના મીડિયા સેલના કેટલાક લોકોએ આ વીડિયો વાયરલ કરીને ભાજપ સરકારના બચાવમાં નિવેદનો કર્યા, આ વીડિયો દ્વારા ભાજપ એવું સાબિત કરવા માગે છે કે બ્રિજ પર મોટી ભીડ હતી અને કેટલાક યુવાનો તોફાન-મસ્તી કરતા હતા, એટલે બ્રિજ તૂટ્યો. જોકે ટ્વિટ વાયરલ થતાં જ યુઝર્સે તેમને આડેહાથે લેવાનું શરૂ કરતાં પોસ્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.

બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ આ દુર્ઘટનાને લઇને ભાજપ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે, દોષિતોને સજા થાય તેવી માંગ ઉઠી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch