Tue,17 September 2024,1:46 am
Print
header

સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ફરીથી મળ્યું કરોડો રુપિયાનું ડ્રગ્સ, આટલા કિલો નશાનો સામાન જપ્ત- Gujarat Post

ચરસના જથ્થા ઉપર અફઘાનિસ્તાનનું પેકીંગ

ચરસનો જથ્થો દરિયામાં માફિયાઓએ નાખી દીધા બાદ કિનારે આવ્યો હોય શકે છે

ગીર સોમનાથઃ સૌરાષ્ટ્રનો દરિયા કાંઠો માદક દ્રવ્યોની હેરાફેરી માટે નવો માર્ગ બની ગયો છે. સૂત્રાપાડાના ધામળેજ ગામે દરિયા કિનારેથી રૂપિયા 5.30 કરોડની કિંમતનો બિનવારસી ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. ધામળેજ ગામે સ્મશાન પાસે હુંડવીયા પીરની દરગાહ જવાના રસ્તે દરિયા કિનારે બિનવારસી હાલતમાં કેટલાક પેકેટ પડયાં હોવાની માહિતી મળતાં એસઓજીના પીઆઈ જે.એન.ગઢવી અને પીએસઆઈ પી. જે. બાટવા સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા. તપાસ કરતા (1 કિલોનું એક) 9 પેકેટ મળી આવ્યાં હતા. જેનું એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવતાં ચરસ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

ગીર સોમાનાથ જિલ્લામાં છેલ્લા અઢી વર્ષમાં માદક પદાર્થોના કુલ 19 કેસ કરવામાં આવ્યાં છે. જેમાં કુલ 380 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, તેમાંથી એક જ કેસમાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું હતુ. અત્યાર સુધીમાં અંદારે 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ બિનવારસી મળ્યું છે. જ્યારે દરિયામાં ડ્રગ્સની હેરાફેરી થાય છે ત્યારે એજન્સીઓથી બચવા ડ્રગ્સ માફિયાઓ આવા પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે. જે તરતા તરતા કિનારા સુધી આવે છે. છેલ્લા થોડા સમયથી સુરક્ષા એજન્સીઓએ પેટ્રોલિંગ સઘન બનાવ્યું હોવાથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ રહ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch