Sun,17 November 2024,5:00 am
Print
header

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 15,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી, RTIમાં ખુલાસો

શું આવી રીતે ભણશે ગુજરાત ?

ફાઇલ ફોટો 

ગાંધીનગરઃ રાજયમાં અલગ-અલગ શાળાઓમાં શિક્ષકોની ઘટ બાબતે કરાયેલી RTIમાં મોટો ચિંતાજનક ખુલાસો થયો છે. પ્રાથમિક શાળાઓમાં 15000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. ધોરણ 6 થી 8માં કુલ 8273 વિદ્યાસહાયકોની જગ્યાઓ ખાલી છે.ગણિત વિજ્ઞાનમાં 3324, સામાજિક વિજ્ઞાનમાં 3087,ભાષામાં 1862, ઉચ્ચતર પ્રાથમિકમાં 8273 વિદ્યાસહાયકોની જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

ઉપરાંત 1થી5ની લાયકાત વાળા 2188 શિક્ષકો હાલ ધોરણ 6થી8 માં કામ કરે છે. તેમને ધોરણ 6થી8 ના મહેકમમાં ગણવામાં ન આવે તો ધોરણ 6થી8માં 10 હજાર કરતા વધુ ખાલી જગ્યાઓ થાય છે. ધોરણ 1થી 5માં શિક્ષકોની 5867 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ટોટલ 15 હજારથી વધુ જગ્યાઓ ખાલી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.  છેલ્લા 3 વર્ષથી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે તો બાળકોને શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હશે તે સૌથી મોટો સવાલ છે. સામે ટેટ પાસ કરેલા ઉમેદવારોની ભરતી કરવાની વાત 3 વર્ષથી કરવામાં આવે છે પણ ભરતી હજુ સુધી થઈ નથી. ત્યારે વિકાસની વાતો કરતી ભાજપ સરકારની પોલ અહીં ખુલી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch