Fri,15 November 2024,10:26 pm
Print
header

ફરીથી મુકેશ અંબાણીના પરિવારને મળી ધમકી, 8 કલાકમાં તમને ખતમ કરી નાંખીશ- gujarat post news

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનર શખ્સને બોરીવલીથી ઝડપી લીધો

56 વર્ષીય જ્વેલર્સ વિષ્ણુ વિભુ ભૌમિકે ફોન પર આપી હતી ધમકી 

મુંબઇઃ દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારને ફરીથી ધમકી મળી છે, રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના નંબર પર 3 વખત કોલ કરીને અંબાણી પરિવારને 8 કલાકમાં ખતમ કરી નાખવાની ધમકી આપવામાં આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ છે, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. DB માર્ગ પોલીસ સ્ટેશનમાં રિલાયન્સના કર્મચારીએ ફરિયાદ આપ્યાં બાદ તપાસ શરૂ કરાઇ છે.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધમકી આપનર શખ્સને બોરીવલીથી ઝડપી લીધો છે.

મુકેશ અંબાણીને મળી છે Z+ સુરક્ષા

તેમના પત્ની નીતા અંબાણીને મળી છે Y+ સુરક્ષા 

અગાઉ આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીને આપી હતી ધમકી

મુકેશ અંબાણીને થોડા સમય પહેલા જ સરકારે સુરક્ષા આપી છે, 2021 માં પણ તેમના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર એક સ્કોર્પિયો કારમાંથી જીલેટીન સ્ટિક (સ્ફોટકો) મળી આવ્યાં હતા, જે બાદ પરિવાર અહીંથી થોડા સમય માટે બીજે શિફ્ટ થઇ ગયો હતો, તેમને એક લેટરના માધ્યમથી ધમકી મળી હતી. પાકિસ્તાનના આતંકી સંગઠનોના નામથી પણ તેમને ધમકીઓ મળી છે. એનઆઇએ આ કેસની તપાસ કરી રહી છે, હવે ફરીથી મુકેશ અંબાણીના પરિવારને ખતમ કરવાની ધમકી મળતા પોલીસે તેની તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch