Sat,16 November 2024,6:26 am
Print
header

IT ની કાર્યવાહીઃ મુંબઈના બુલિયન વેપારીના ઘરેથી ફર્શ નીચે છૂપાવેલા રૂ. 9 કરોડ રોકડા, 19 કિલો ચાંદી મળી- Gujarat Post

(ઘરમાંથી મળેલી રોકડ અને ચાંદીની પાટો)

ચામુંડા બુલિયન નામની કંપનીનું ટર્નઓવર બે વર્ષમાં 22.83 લાખથી વધીને રૂ. 1764 કરોડ પર પહોંચી ગયું

જે ઘરમાંથી આ સામાન મળ્યો તેના માલિક અને પરિવારના સભ્યોએ આ રૂપિયા તેમના હોવાનો કર્યો ઈન્કાર

મુંબઇ: માયાનગરની મુંબઈમાં એક બુલિયન વેપારીને ત્યાં ઈન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા. રૂપિયા 9 કરોડથી વધારે રોકડા અને 19 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી છે. જીએસટી વિભાગના રિપોર્ટ બાદ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે આ કાર્યવાહી કરી હતી. ખાસ વાત એ છે કે કેશ અને ચાંદીની પાટો ફર્શ અને દિવાલમાં છૂપાવવામાં આવી હતી.

ટીમે જ્યારે ફર્શની ટાઈલ્સ હટાવી ત્યારે તેમાંથી 9.78 કરોડ રૂપિયા રોકડા અને લગભગ 13 લાખ રૂપિયાની 19 કિલો ચાંદી મળી હતી.ફર્શની નીચે 35 ફૂટનું ભોંયરું મળ્યું હતું. જે ઘરમાંથી આ સામાન મળ્યો તેના માલિક અને પરિવારના સભ્યોએ આ રૂપિયા તેમના હોવાનું ઈન્કાર કર્યો છે.આ કારણે જીએસટી વિભાગે જગ્યાને સીલ કરીને ઈન્કમ ટેક્સ વિભાગને માહિતી આપી હતી.

જીએસટી વિભાગને તેમના ગુપ્ત વિશ્લેષણમાં જાણ થઇ હતી કે ચામુંડા બુલિયન નામની કંપનીનું ટર્નઓવર બે વર્ષમાં 22.83 લાખથી વધીને 1764 કરોડ પર પહોંચી ગયું છે. વર્ષ 2019-20માં 22.83 લાખ, 2020-21માં 652 કરોડ તેમજ 2021-22 માં કંપનીનું ટર્નઓવર 1764 જેટલું અધધધ વધી જતા જીએસટી વિભાગે દરોડા પાડ્યો હતો. જેમાં ઝવેરી બજારની 35 સ્કવેર ફૂટની ઓફિસમાંથી આશરે 10 કરોડની રોકડ રકમ અને 19 કિલો ચાંદી દિવાલ અને ફર્શમાં છૂપાવેલી મળી આવી હતી. આટલા મોટા પ્રમાણમાં રોકડ મળી આવતા જીએસટી વિભાગે આ બાબતની જાણ ઇન્કમ ટેક્સને કરતા ઇન્કમટેક્સના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, નોટો ગણવાના મશીનની મદદથી રોકડની ગણતરી શરૂ કરી હતી. જીએસટીએ જે જગ્યાએ છાપા માર્યાં હતા તે ઠેકાણાઓને ઉલ્લેખ વેપાર માટેના રજીસ્ટ્રેશનમાં કયાંય કરવામાં આવ્યો ન હતો. જીએસટી વિભાગે કૌભાંડના મોટા પ્રકરણનો પર્દાફાશ કરીને ટેક્સની ચોરી કરતા લોકોને ચેતવણી આપી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch