Fri,15 November 2024,8:19 pm
Print
header

રૂ.2296 કરોડનો બેંક લોન ફ્રોડ કેસ, EDના દરોડામાં પ્રાઇવેટ લોકર્સમાંથી મળ્યું 91 કિલો સોનું, 340 કિલો ચાંદી- gujaratpost

(લોકર્સમાંથી મળેલી વસ્તુઓ)

બુલિયન કંપનીના પરિસરમાંથી કેટલાક ગુપ્ત લોકરની ચાવીઓ મળી

બેંક પાસેથી લીધી હતી રૂપિયા 2296 કરોડની લોન

મુંબઈઃ ED એ બુધવારે મુંબઈ સ્થિત કંપની મેસર્સ રક્ષા બુલિયન અને મેસર્સ ક્લાસિક માર્બલ્સના ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ દરોડામાં 91.5 કિલો સોનું અને 340 કિલો ચાંદી જપ્ત કર્યું છે. તેની કિંમત 47.76 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મેસર્સ પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં EDના અધિકારીઓએ આ સ્થળો પર દરોડા પાડ્યા હતા.

દરોડા દરમિયાન બુલિયન કંપનીના પરિસરમાંથી ગુપ્ત ખાનગી લોકરની ચાવીઓ મળી આવી હતી. પ્રાઈવેટ લોકરની તપાસ કરતાં જાણવા મળ્યું કે નિયમોનું પાલન કર્યાં વિના લોકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેવાયસીનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમજ પરિસરમાં સીસીટીવી કેમેરા પણ ન હતા.

પરિસરમાં 761 લોકર મળી આવ્યાં હતા, જેમાંથી ત્રણ રક્ષા બુલિયનના હતા. એક લોકરમાંથી 91.5 કિલો સોનું અને બે અલગ અલગ લોકરમાંથી 152 અને 188 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી હતી. પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ માર્ચ 2018થી ચાલી રહ્યો છે. કંપની પર બેંકો સાથે ખોટું બોલીને 2,296.58 કરોડ રૂપિયાની લોન લેવાનો આરોપ છે. 2019માં આ કેસમાં 205 કરોડથી વધુની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.

EDએ દાવો કર્યો હતો કે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ દ્વારા આ નાણાં ઘણી કંપનીઓ દ્વારા લેયરિંગ કરીને ઉપાડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, કંપનીએ ઘણા ખાતાઓમાં રોકાણ માટે પૈસા પણ મોકલ્યા હતા પરંતુ આવા વ્યવહારો માટે કોઈ કરાર કરવામાં આવ્યો ન હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch