Sun,08 September 2024,5:45 am
Print
header

મુંબઈ, પુણેમાં આફતનો વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ- Gujarat Post

(પુણેમાં વરસાદથી કાર પણ ડૂબી)

મુંબઈઃ મહારાષ્ટ્રમાં દર વર્ષે વરસાદ આફત બની જાય છે. આ સિઝનમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ગત રાત્રિથી સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. સતત વરસાદને કારણે ડોમ્બિવલી કલ્યાણ વિસ્તારના શિલફાટા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું અને વાહનો પણ અટવાયા હતા. આ સાથે જ પુણેમાં ભારે વરસાદને કારણે નદી કિનારે આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ફાયર વિભાગના જવાનો લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. કેટલીક જગ્યાએ તો હાલત એટલી ખરાબ છે કે પાણી કમર સુધી પહોંચી ગયું છે.

પુણેના એકતા નગરમાં પાણી ભરાઈ ગયા છે. પુણેમાં બાબા ભીડે પુલ પાણીમાં ડૂબી ગયો છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. સિંહ ગઢ રોડ પર પણ ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પુણેની 15 જેટલી હાઉસિંગ સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

વીજ શોક લાગવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પુણે શહેરમાં ચાર અલગ-અલગ સ્થળોએ 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. વહીવટીતંત્રે પુણે પિંપરી ચિંચવડ શહેરની શાળાઓમાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુરુવારે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે હવામાન વિભાગે મુંબઈ માટે યલો એલર્ટ, થાણે પાલઘર માટે નારંગી અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch