Fri,20 September 2024,5:44 am
Print
header

સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા

14 એપ્રિલે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા સલમાન ખાનના ઘર પર થયું હતુ ફાયરિંગ

એક આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં જ કરી લીધી આત્મહત્યા

સીઆઇડી ક્રાઇમ આ કેસની કરશે તપાસ

મુંબઇઃ થોડા દિવસો પહેલા મુંબઇમાં ફિલ્મ સ્ટાર સલમાન ખાનના બાન્દ્રામાં આવેલા ઘર પર ફાયરિંગ કરવાના કેસમાં પોલીસે કૂલ 4 આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાંથી એક આરોપી (Anuj Thapan) એ આજે બપોરના સમયે બાથરૂમમાં બારી પર ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

આ કેસમાં પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં છે, આત્મહત્યા કરનારા (Anuj Thapan) અનુજ થાપને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતુ.

પોલીસે ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ સપ્લાય કરવા મામલે પંજાબમાંથી સોનુ ચંદર અને અનુજ થાપનની ધરપકડ કરી હતી. ગત 16 એપ્રિલે વિક્કી ગુપ્તા અને સાગર પાલની પણ ભૂજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ સુરતની તાપી નદીમાંથી પોલીસે શોધી લીધી હતી અને આ કેસની ઉંડી તપાસ ચાલી રહી હતી ત્યારે જ એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે.

નોંધનિય છે કે સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ ગેંગ દ્વારા વારંવાર મોતની ધમકી આપવામાં આવ્યાં બાદ તેના ઘર પર બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતુ, ત્યાર બાદથી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch