Fri,15 November 2024,8:04 am
Print
header

મસ્કે ટ્વિટરની ચકલી ઉડાવી દીધી, નવા લોગોમાં મૂક્યો આ ડોગ- Gujarat Post

વોશિંગ્ટનઃ ઈલોન મસ્કે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. હવે વેબસાઈટ વર્ઝનમાં વાદળી ચકલીની જગ્યાએ ડોગ જોવા મળી રહ્યો છે. આ ડોગ ક્રિપ્ટોકરન્સી મીમ કોઈન ડોજકોઈન જેવો જ છે જેને ઈલોન મસ્ક અનેકવાર પ્રોત્સાહિત કરતા જોવા મળ્યાં છે. જ્યારથી ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બન્યાં છે, ત્યારથી તેમને અનેક મોટાપાયે ફેરફારો કર્યા છે. પહેલા તેમણે બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી, હવે તેમણે ટ્વિટરનો લોગો બદલી નાખ્યો છે. ટ્વિટરની મોબાઈલ એપમાં હાલ કોઈ ફેરફાર કરાયો નથી. ટ્વિટર પર એક ટ્વિટ કરતાં ઈલોન મસ્કે લખ્યું કે વાયદા અનુસાર. કામ પૂરું થયું. ઈલોન મસ્કે 44 અબજ અમેરિકી ડૉલરમાં ટ્વિટરનું અધિગ્રહણ કર્યું હતું. 

ટ્વિટર યૂઝર્સે ટ્વિટરની વેબ એડિશન પર ડોગનો મીમ જોયો હતો જે ડોજકોઈન બ્લોકચેઈન અને ક્રિપ્ટોકરન્સીના લોગોનો ભાગ છે અને 2013માં મીમ કોઇનની શરૂઆત થઇ હતી. મસ્કે તેમના એકાઉન્ટ પર એક ખુશ કરતી પોસ્ટ પણ શેર કરી, એક કારમાં ડોજ મીમ અને બાજુમાં પોલીસ અધિકારી છે, જે તેના ડ્રાઇવિંગ લાઈસન્સને જુએ છે તો તે કહે છે કે આ મારો જૂનો ફોટો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch