Fri,15 November 2024,5:27 pm
Print
header

પોરબંદરના દરિયામાં NCB અને ATSએ 500 કિલો ડ્રગ્સ સાથે બોટ ઝડપી લીધી

પોરબંદરઃ દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. એક બોટમાંથી 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે. હાલ કેટલા કરોડનું ડ્રગ્સ છે અને ક્યાંથી આવ્યું તે અંગે એજન્સી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ગુજરાત ATS, NCB અને નેવીની ટીમે મધદરિયે ઓપરેશન પાર પાડી 500 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. 9 મહિનામાં 3,700 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેથી ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch