Mon,18 November 2024,3:46 am
Print
header

મુંબઇના સૌથી મોટા ડ્રગ્સ ડિલરનો પુત્ર રૂ. 2 કરોડના ડ્રગ્સ અને લક્ઝરી કાર સાથે ઝડપાયો

મુંબઇઃ NCBએ મોટી કાર્યવાહી કરતા મુંબઇના સૌથી મોટા માફિયા ફારુખ બટાટાના પુત્ર શાદાબને ઝડપી પાડ્યો છે. નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ શહેરમાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં શાદાબની પાસેથી બે કરોડ રુપિયાનું ડ્રગ્સ, એક લકઝરી કાર અને રોકડ ગણવાની મશીન મળી આવી છે.

નોંધનિય છે કે એક સમયે ફારુખ રોડ પર બટાટાની ફેરી કરતો હતો. તેથી તેનું નામ ફારુખ બટાટા પડ્યું. પાછળથી તે અન્ડરવર્લ્ડના સંપર્કમાં આવ્યો, હવે તે મુંબઇનો સૌથી મોટો ડ્રગ્સ સપ્લાયર છે. તે મુંબઇની મોટી મોટી સેલિબ્રિટીઝને ડ્રગ્સ પહોંચાડે છે.

બટાટાનો પુત્ર બોલીવૂડમાં ડ્રગ્સ સપ્લાયર

પ્રાપ્ત વિગત મુજબ એનસીબીએ લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા અને શાદાબને પકડી પાડ્યો હવે તેને NDPS કોર્ટમાં રજૂ કરાશે. શાદાબ ઘણા સમયથી આ ધંધામાં સંકળાયેલો છે. તે મુંબઇની સેલિબ્રિટી ખાસ કરીને બોલીવુડમાં ડ્રગ્સ સપ્લાય કરે છે.

સુશાંત કેસમાં પણ ફારુખનું નામ આવ્યું હતું

ફારુખ બટાટાનું નામ આત્મહત્યા કરનારા અભિનેતા સુશાંત સિંહ રાજપુતના ડ્રગ્સ કેસમાં પણ બહાર આવ્યું હતું. મુંબઇમાં MDMA ઉપરાંત વિદેશથી આયાત થતી LSD,ગાંજો, બડ, કોકોઇન સહિતના ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર ફારુખ બટાટા જ છે તેથી તેના પુત્રની ધરપકડ બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે. NCBનું માનવું છે કે મુંબઇની દરેક મોટી ડ્રગ્સ પાર્ટીમાં માદક દ્રવ્યોની સપ્લાય ફારુખ જ કરે છે.

મોટો દિકરો સૈફ પણ આ જ ધંધામાં છે

તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ફારુખનો મોટો પુત્ર સૈફ પણ આ જ ધંધામાં જોડાયેલો છે. તેની પાસે અનેક લકઝરી ગાડીઓ છે તે પણ બોલીવૂડ સેલિબ્રિટીઝને ડ્રગ્સ સપ્લાય કરે છે. એનસીબી હવે તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

NCBનું ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ અભિયાન

નાર્કોટિક્સના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઇમાં ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડવા અભિયાન ચલાવી રહ્યું છે.તેમાં 7 ફેબ્રુઆરીએ અંધેરી અને ડોંગરી વિસ્તારના દરોડામાં ડોન દાઉદ ઇબ્રાહિમનો ગુંડો પરવેઝ ખાન ઉર્ફે ચિંકૂ પઠાણ પકડાયો હતો. બાદમં શાબાદની ધરપકડનો રસ્તો સાફ થયો હતો

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch