Sat,16 November 2024,3:17 pm
Print
header

Breaking News- ગુજરાતના દરિયામાંથી રૂ. 2000 કરોડનું 800 કિલો ડ્રગ્સ ઝડપાયું- Gujarat post

પાકિસ્તાનના દાણચોરો ભારતમાં મોકલી રહ્યાં છે ડ્રગ્સ  

NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં 800 કિલો ડ્રગ્સ ઝડપાયું 

કચ્છઃ ગુજરાતના દરિયામાંથી સુરક્ષા એજન્સીઓને ફરીથી મોટી સફળતા મળી છે. પોરબંદરથી 400 માઇલ દૂર દરિયામાંથી શનિવારે 800 કિલો ડ્રગ્સ (Narcotics) પકડાયું છે.કચ્છની દરિયાઈ સરહદ નજીકના આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાંથી આ જથ્થો ઝડપાયો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2000 કરોડ રૂપિયા જેટલી થાય છે, ભારતીય નૌકાદળના ઇન્ટેલિજન્સ યુનિટના ઇનપુટને આધારે 800 કિલો ડ્રગ્સ ઝડપી લેવાયું છે.

અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સી NCB અને ઈન્ડિયન નેવીએ આ ઓપરેશન પાર પાડ્યું છે. દરિયામાં લાઇટ બંધ કરીને એક બોટ આ જથ્થો લઇને જઇ રહી હતી ત્યારે જ તેને ઝડપી લેવામાં આવી છે.પાકિસ્તાનના દાણચોરો ભારતના રસ્તે ડ્રગ્સ મોકલી રહ્યાં છે. અગાઉ પણ આવી રીતે અનેક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

NCB ના અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે 529 કિલો હશિશ 234 કિલો ક્રિસ્ટલ મેથામ્ફેટામાઈન અને હેરોઈન મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રી બજારમાં તેનું મુલ્ય 2000 કરોડ રૂપિયા જેટલું છે. દરિયામાં ડ્રગ્સની હેરાફેરીના ઈનપુટ એનસીબીને મળ્યાં હતા, બાદમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. નોંધનિય છે કે થોડા સમય પહેલા પણ ગુજરાતના દરિયામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હતુ, હવે ફરીથી મોટો જથ્થો ઝડપાયો છે, આ મામલે સુરક્ષા એજન્સીઓ વઘુ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch