Fri,20 September 2024,11:03 pm
Print
header

દેશના અનેક રાજ્યોમાં PFIના ઠેકાણાંઓ પર NIAનાં દરોડા- Gujarat Post

નવી દિલ્હીઃ NIAની ટીમે તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર સહિત ઘણા સ્થળો પર મોટાપાયે દરોડા પાડ્યાં છે. મળતા અહેવાલો મુજબ PIF મૉડ્યૂલને લઈને આ દરોડા પાડવામાં આવ્યાં છે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એક કટ્ટરવાદી સંગઠન છે અને NIAએ તેના પર પ્રતિબંધ મુકવા માટે 2017માં પણ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો હતો. NIAના કહેવા પ્રમાણે આ સંગઠન દેશની સુરક્ષા માટે ખતરો છે. સંગઠન દ્વારા મુસ્લિમોને ધાર્મિક રીતે કટ્ટર બનાવવાના અને બળજબરથી ધર્માંતરણ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. દક્ષિણ ભારતના ત્રણ મુસ્લિમ સંગઠનોનો તેમાં વિલય કરાયો હતો. જેમાં કેરાલાના નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ, કર્ણાટકના ફોરમ ફોર ડિગ્નિટી અને તામિલનાડુના મનિથા નીતિ સંગઠનનો સમાવેશ થતો હતો.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો દાવો છે કે, દેશના 23 રાજ્યોમાં અમારું સંગઠન સક્રિય છે. દેશમાં જ્યારે સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ એટલે કે સીમી પર પ્રતિબંધ મુકાયો હતો તે પછી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનો ઝડપથી વિસ્તાર થયો હતો. દક્ષિણ ભારતના રાજ્યોમાં તેનો ઘણો પ્રભાવ છે. આ સંગઠન બન્યું ત્યારથી તેના પર દેશ વિરોધી ગતિવિધીઓનો આરોપ લાગતો રહ્યો છે અને તેના અનેક પુરાવા પણ સુરક્ષા એજન્સીઓને હાથ લાગ્યા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch