Sat,21 September 2024,1:01 am
Print
header

કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post

(Photo: ANI)

નવી દિલ્હીઃ કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ખાલિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. તપાસ એજન્સીએ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 5 સભ્યોને પકડી લેવા રોકડ ઈનામની જાહેરાત કરી છે. હરવિંદર સિંહ સંધુ ઉર્ફે 'રિંડા' અને લખબીર સિંહનો સમાવેશ થાય છે.

આ સિવાય NIAએ દેશમાં આતંકવાદી-ગેંગસ્ટર નેટવર્કને ખતમ કરવા માટે ગયા વર્ષે નોંધાયેલા બે કેસની તપાસમાં વોન્ટેડ 54 વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ જાહેર કર્યાં છે.ફોટોગ્રાફ્સ સાથેની બે યાદી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં 11 લોકોના નામ અને બીજી યાદીમાં 43 લોકોનાં નામ સામેલ છે. આમાંથી ઘણાના કેનેડા અને ખાલિસ્તાન સાથે કનેક્શન છે.

આ યાદીમાં ગોલ્ડી બ્રાર, લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ ગિલ સહિત ઘણા વોન્ટેડ ગેંગસ્ટરનો સમાવેશ થાય છે. મોબાઈલ નંબર શેર કરતી વખતે, એજન્સીએ કહ્યું કે જો તમારી પાસે તેમના નામની મિલકતો, સંપત્તિઓ અથવા વ્યવસાય વિશે તેમના સહયોગીઓ, મિત્રો અને સંબંધીઓ વિશે કોઇ ખાસ માહિતી હોય, તો WhatsApp પર જાણ કરો.

NIAએ લિસ્ટેડ આતંકવાદીઓ હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને લખબીર સિંહ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ તેમના વિશે માહિતી આપનારને આપવામાં આવશે. એજન્સીએ આતંકવાદીઓના ત્રણ સહયોગીઓ પરમિન્દર સિંહ, સતનામ સિંહ અને યાદવિંદર સિંહ વિશે માહિતી આપનારને 5 લાખ રૂપિયાનું રોકડ ઈનામ જાહેર કર્યુંં છે.આ તમામ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે. હાલમાં કેનેડા સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારત સરકારે ખાલિસ્તાનીઓ સામે અભિયાન તેજ બનાવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch