Sat,21 September 2024,3:12 am
Print
header

INDIA નું ભારત કરવા મુદ્દે દેશમાં ધમાસાણ, નેતાઓથી લઇને અભિનેતાઓ આવ્યાં મેદાનમાં, જાણો કોણે શું કહ્યું- Gujarat Post

નવી દિલ્હીઃ G-20 પહેલા દેશના નામને લઈને રાજકારણ ગરમાયું છે. સમગ્ર વિવાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી મોકલવામાં આવેલા નિમંત્રણ પત્રથી થયો છે, જેમાં પ્રેસિડેંટ ઓફ ઈન્ડિયાના બદલે પ્રેસિડેંટ ઓફ ભારત લખ્યું હતું. આ નિમંત્રણ પત્ર સામે આવ્યાં બાદ વિપક્ષોએ કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. I.N.D.I.A ગઠબંધનના નેતાઓને દાવો છે કે ભાજપને હારનો ડર છે તેથી આમ કરી રહ્યું છે. આ દાવામાં કેટલી સત્યતા છે તે તો આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં દેશના નામની ચર્ચા રાજકીય વર્તુળોમાંથી બોલીવુડ સુધી પહોંચી છે. અમિતાભ બચ્ચન બાદ અભિનેતા જેકી શ્રોફે 'ઇન્ડિયા'ને બદલે 'ભારત'નો ઉપયોગ કરવાને લઈને ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન, અભિનેતાએ કહ્યું મારું નામ જેકી શ્રોફ છે, કેટલાક મને જોકી કહે છે અને કેટલાક મને જેકી કહે છે. લોકો મારું નામ બદલી નાખે છે કારણ કે હું બદલાઈશ નહીં. માત્ર નામ બદલાશે, આપણે નહીં બદલાયઈએ. તમે લોકો દેશનું નામ બદલતા રહો છો, પરંતુ એ ન ભૂલતા કે તમે ભારતીય છો.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું,'આજે, તેઓએ (કેન્દ્ર) નામ બદલી નાખ્યું. G-20 સમિટ ડિનર માટેના આમંત્રણ કાર્ડમાં 'ભારત'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં આપણે કહીએ છીએ 'ઈન્ડિયા' અને 'ઈન્ડિયન કોન્સ્ટીટ્યુશન' અને હિન્દીમાં આપણે 'ભારત' અને 'ભારતનું બંધારણ' કહીએ છીએ. આમાં નવું શું છે ? પરંતુ વિશ્વ 'ઈન્ડિયા' નામથી વાકેફ છે. અચાનક શું થયું કે તેમને દેશનું નામ બદલવું પડ્યું ?

તમિલનાડુના સીએમ અને ડીએમકે એમકે સ્ટાલિને કહ્યું, ફાસીવાદી ભાજપ શાસનને ઉથલાવી વિરોધ પક્ષોએ એક થઈને ગઠબંધનનું નામ 'ઈન્ડિયા' રાખ્યું હતું. પરંતુ હવે ભાજપ 'ઈન્ડિયા'ને 'ભારત'માં બદલવા માંગે છે. ભાજપે ભારતમાં પરિવર્તનનું વચન આપ્યું હતું. પરંતુ 9 વર્ષ પછી માત્ર નામ બદલ્યું.  

CPI (ML) લિબરેશને કહ્યું, મોદી સરકાર નોટબંધી પછી નામ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. દિલ્હીના સીએમ અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું 'અમુક પક્ષોનું ગઠબંધન INDIA બની જાય તો દેશનું નામ બદલી નંખાય? દેશ 140 કરોડ લોકોનો છે, કોઈ પક્ષનો નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch