Thu,21 November 2024,5:25 pm
Print
header

ત્રીજી વખત પીએમ બનતા પહેલા મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલી, યુદ્ધ સ્મારક પર જઇને શહીદોને કર્યાં યાદ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં સ્પષ્ટ બહુમતી મેળવ્યાં બાદ એનડીએ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. નરેન્દ્ર મોદીને મહાગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં છે અને તેઓ આજે સાંજે 7:15 વાગ્યે વડાપ્રધાન તરીકે શપથ લેશે અને તેમની સાથે અન્ય 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. 7 કેબિનેટ અને 11 સ્વતંત્ર પ્રભારી અને રાજ્ય મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 8000 મહેમાનો હાજરી આપી શકે છે. તેમની વચ્ચે ઘણા વિદેશી મહેમાનો છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર અમિત શાહ ગૃહમંત્રી, રાજનાથ સિંહ સંરક્ષણમંત્રી, એસ જયશંકર વિદેશમંત્રી, અશ્વિની વૈષ્ણવ રેલવેમંત્રી અને નીતિન ગડકરી પરિવહન મંત્રી રહેશે. જલ શક્તિ મંત્રી અને લોકસભા સ્પીકર પણ ભાજપમાંથી રહી શકે છે. ટીડીપીને શહેરી વિકાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય મળી શકે છે. જેડીયુને ઉર્જા વિભાગ, ગ્રામીણ વિકાસ મંત્રાલય મળી શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી શપથ લેવડાવશે

TDP અને JDUમાંથી 2-2 અને શિવસેનામાંથી એક કેબિનેટ મંત્રી બની શકે છે. આ સિવાય એનસીપી, એલજેપી અને જેડીએસના ક્વોટાના કેબિનેટ મંત્રીઓ શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુજી સાંસદોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવનને શણગારવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા નરેન્દ્ર મોદીએ CDS જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને VCAS એર વાઇસ માર્શલ અમર પ્રીત સિંહ સાથે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ સૌથી પહેલા રાજઘાટ પહોંચ્યાં હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ અન્ય શહીદોને નમન કર્યાં હતા.

નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી

વડાપ્રધાન તરીકે શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ નરેન્દ્ર મોદી યુદ્ધ સ્મારક પર પહોંચ્યાં હતા અને દેશ માટે શહીદ થયેલા જવાનોનેે શ્રદ્ધાંજલિ આપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch