Fri,20 September 2024,6:21 pm
Print
header

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ને લઇને સુપ્રીમનો મોટો ચૂકાદો, જાણો વધુ વિગતો- Gujarat Post

હવે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં જ થશે ચૂંટણી

 

(ફોટોઃસૌ.એએનઆઇ)

જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગે છેઃ સુપ્રીમ કોર્ટ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપીને અરજીઓ ફગાવી દીધી છે અને મોદી સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.આ નિર્ણયને લઇને શ્રીનગરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્ટિકલ 370 અને 35A હટાવવા સંબંધિત અરજીઓ પર કોર્ટે ચૂકાદો આપ્યો છે. હવે ખાસ કરીને સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે.

4 વર્ષ 4 મહિના પછી સુપ્રીમનો મોટો ચૂકાદો

સરકારનો નિર્ણય યોગ્ય જ હતોઃ સુપ્રીમ કોર્ટ

જમ્મુ-કાશ્મીરમાં ભારતનું જ બંધારણ ચાલશે

સમગ્ર ઘાટીમાં સુરક્ષાદળોના કાફલાની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત VIPની સુરક્ષામાં લાગેલા કાફલા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આઈજી કાશ્મીર વતી સેના તેમજ બીએસએફ, સીઆરપીએફ, આઈટીબીપી, એસએસબી અને અન્ય સુરક્ષા દળોના અધિકારીઓ અને તમામ પોલીસ વડાઓને જમ્મુ-શ્રીનગર હાઈવે અને અન્ય હાઈવે પરથી કોઈ કાફલો પસાર ન થવા દેવા સંદેશ મોકલવામાં આવ્યો છે.

પોલીસ અને વહીવટી અધિકારીઓનું કહેવું છે કે શાંતિ સુનિશ્ચિત કરવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બે અઠવાડિયામાં ખીણના 10 જિલ્લાઓમાં સુરક્ષા સમીક્ષા બેઠકો યોજનારા અધિકારીએ કહ્યું કે અમે તમામ સાવચેતી રાખી રહ્યાં છીએ અને કાશ્મીરમાં શાંતિને ખલેલ ન પહોંચે તેની ખાતરી કરીશું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch