Fri,20 September 2024,6:03 pm
Print
header

લૉરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી જવાબદારી, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને કરાઇ હત્યા- Gujarat Post

હત્યારાઓ સીસીટીવીમાં કેદ

હત્યાની ઘટનાને લઈને જયપુરમાં તનાવનો માહોલ

એક આરોપીને પોલીસે ઠાર કર્યો

જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી પર અંધાધૂંધ ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. ચાર બદમાશો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને સુખદેવ સિંહ ગોગામેડી અને તેમના ગનમેન અને અન્ય એક વ્યક્તિને ગોળી મારી દીધી હતી. જે બાદ સુખદેવ સિંહ અને તેના ગનમેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.જ્યાં સારવાર દરમિયાન સુખદેવસિંહ ગોગામેડીનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ગનમેનની હાલત નાજુક છે. ફાયરિંગ અને હત્યાની આ ઘટના બાદ પોલીસે ભાગી રહેલા એક આરોપીને ઠાર કર્યો છે.

પદ્માવત ફિલ્મનો જોરદાર વિરોધ કર્યો હતો, શુટિંગ વખતે ડિરેક્ટર સંજય લીલા ભણશાળીને મારી હતી થપ્પડ

 

ચાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલા બાદ બે શખ્સો બાઇક પર ભાગી ગયા હતા, બે શખ્સોએ સ્કૂટર સવારને ગોળી મારીને સ્કૂટર છીનવી લીધું હતું. સ્કૂટર સવાર નવીનને પણ ગોળી વાગી હતી. સુખદેવ સિંહનું એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચાર પૈકી બે બદમાશો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. 

લૉરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ અગાઉ સુખદેવ સિંહને ધમકી આપી હતી. ત્યારબાદ આ મામલે જયપુર પોલીસને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું. હવે બિશ્નોઇ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી છે અને પોતાના દુશ્મનોને ચેતવણી આપી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch