(file photo)
નવી સરકાર બન્યાં પછી જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓ વધી રહ્યાં છે
Jammu and Kashmir News: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકવાદીઓએ સેનાના એક વાહનને નિશાન બનાવ્યું અને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા દળો હાલમાં વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો છે. ગોળીબાર કરનારા આતંકવાદીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, આતંકવાદીઓ સ્થાનિક મંદિરની આસપાસ છુપાયેલા હોઈ શકે છે. હુમલા બાદ એક મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસ, ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હાલમાં વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. માહિતી મળી રહી છે કે આ હુમલો સોમવારે સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ થયો હતો. અખનૂરના બટાલ ગામમાં શિવ મંદિર પાસે ઓચિંતો હુમલો કરીને બેઠેલા ત્રણથી ચાર આતંકવાદીઓએ સેનાના કાફલા પર ગોળીબાર કર્યો હતો. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45
સાંસદ પપ્પુ યાદવને જાનથી મારવાની ધમકી, લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- રેસ્ટ ઈન પીસ કરી દઈશું- Gujarat Post | 2024-10-29 18:53:22
પુત્ર માટે કન્યા શોધવા નીકળેલા પૂજારી ફસાયા હનીટ્રેપમાં, ગાંધીનગરના આ કિસ્સાએ જગાવી ચકચાર- Gujarat Post | 2024-10-29 18:49:11
Bhavnagar News: પિતાએ પૈસા વાપરવા ન આપ્યાં તો પુત્રએ છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા- Gujarat Post | 2024-10-29 18:44:36
કેરળમાં દિવાળી પહેલા મોટી દુર્ઘટના, મંદિરમાં આતશાબાજી દરમિયાન 150થી વધુ લોકો ઘાયલ- Gujarat Post | 2024-10-29 18:38:14
UP News: કાનપુરમાં જીમ ટ્રેનર મહિલાની હત્યા બાદ DM બંગલા પાસે દાટી લાશ, 4 મહિના બાદ ખૂલ્યું રહસ્ય- Gujarat Post | 2024-10-27 11:02:51