Fri,20 September 2024,6:17 pm
Print
header

સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપવા ઉમટ્યાં લોકો, આજે થશે અંતિમ સંસ્કાર- Gujarat Post

(Photo: ANI)

સુખેદવ સિંહ અમર રહે ના લાગ્યા નારા

બપોરે 2 વાગ્યે થશે અંતિમ સંસ્કાર

જયપુરઃ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ પત્ની શીલા શેખાવતની સંમતિ બાદ, સુખદેવ સિંહ ગોગામેડીનો મૃતદેહ ગુરુવારે સવારે એસએમએસ હોસ્પિટલથી જયપુરમાં રાજપૂત સભા ભવન લાવવામાં આવ્યો હતો.સુખદેવના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે લોકોની ભીડ એકઠી થઈ રહી છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી લોકો અંતિમવિધી માટે રાજપૂત ભવન પહોંચી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, સુખદેવ સિંહના પાર્થિવ દેહને બપોરે 2 વાગ્યે તેમના વતન ગામ ગોગામેડી લઈ જવામાં આવશે. સુખદેવ સિંહની અંતિમ દર્શન યાત્રા ચૌમુ, રિંગાસ, સીકર, લક્ષ્મણગઢ, ફતેહપુર, ચુરુ, તારાનગર, સાહવા, ભદ્ર થઈને ગોગામેડી પહોંચશે. આ સમય દરમિયાન, લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.

મંગળવારે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સુખદેવ સિંહ ગોગામેડી પર બદમાશોએ તેમના જ ઘરમાં ગોળી મારી હતી. સુખદેવ સિંહને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. તેમની હત્યા બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. અને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં તણાવ વધી ગયો છે. જયપુર, જોધપુર, અલવર સહિત અનેક જગ્યાએથી દેખાવો થયાના અહેવાલ છે.ચુરુમાં સરકારી બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બુધવારે મોડી સાંજે ગોગામેડીની પત્ની શીલા શેખાવત અને વહીવટીતંત્ર વચ્ચે સમજૂતી થયા બાદ ગુરુવારે સવારે સુખદેવ સિંહ ગોગામેડીનો પાર્થિવ દેહ જયપુરમાં રાજપૂત સભા ભવન મોકલવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch