Sat,16 November 2024,1:54 pm
Print
header

વડોદરાઃ નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે બંને આરોપીઓને ફટકારી આજીવન કેદની સજા - Gujarat post

વડોદરાઃ (Vadodara)ના નવલખી સામૂહિક દુષ્કર્મ કેસ (Navlakhi rape case)માં આજે કોર્ટનો ચૂકાદો આવ્યો છે. નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યાં છે. બપોર બાદ બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.આ કેસમાં બંને આરોપીઓને મૃત્યુદંડની સજા કરવા સરકારી વકીલે રજૂઆત કરી હતી. બે આરોપીઓની જે તે સમયે ધરપકડ બાદ ક્રાઈમ બ્રાંચે માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી હતી. આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવામાં આવી હતી, આ  કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવાયો હતો.

પોક્સો કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી આરોપીઓને હાજર કરવામાં આવ્યાં હતા તેમાં જજ આર.ટી.પંચાલ દ્વારા તેમને દોષિત ઠેરવવામાં આવ્યાં બાદ સજા અપાઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જજે વર્ચ્યૂઅલ પદ્ધતિથી સુનાવણી પ્રક્રિયા હાથ ધરી ચૂકાદો આપ્યો છે.

શું હતી ઘટના ?

28 નવેમ્બર 2019એ સગીરા મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના શખ્સે સગીરાના મંગેતરને ધમકાવીને ભગાડી દીધો હતો. જે બાદ સગીરાને નજીકમાં આવેલી ઝાડીમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch