Fri,15 November 2024,9:10 pm
Print
header

1 લાખ રૂપિયાની લાંચમાં ACB ટ્રેપ, નવસારીના આ ક્લાસ-1 અધિકારી ઝડપાઇ ગયા- gujarat post

નવસારીઃ છેલ્લા બે જ દિવસમાં એસીબીએ રાજ્યમાં 5 જેટલા સરકારી બાબુઓને લાંચ લેતા ઝડપી લીધા છે, આજે વિશાલ રાજકુમાર યાદવ,જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી, વર્ગ-1 ને રૂપિયા 1 લાખની લાંચમાં ઝડપી લેવાયા છે. આ લાંચિયા અધિકારીએ નવસારી ગણદેવી રોડ પર આવેલા ઇટાળવાના રાજહંસ થિએટરના પાર્કીંગમાં લાંચ લીધી અને એસીબીની ટીમે રંગેહાથ પકડી લીધા.

ફરીયાદી એલડીઓ (લાઇટ ડિઝલ ઓઇલ) અને લુબ્રીકેન્ટ ઓઇલનો વેપાર કરે છે. તા.08.09.2022 ના રોજ આરોપીએ ફરીયાદીની ટાટા આઇસર ગાડી કે જેમાં એલડીઓ ભરેલું હતુ, તે ગાડી રોકીને લાઈસન્સ, બિલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કર્યાં હતા.બાદમાં તેમાં ખામી હોવાનું કહીને ખોટો દમ મારીને 1 લાખ રૂપિયાની લાંચ લેવાનું નક્કિ કરીને આરોપી અધિકારીએ ફરીયાદીની આઇસર ગાડીને જવા દીધી હતી અને પછી નાણાંની માંગ થઇ રહી હતી.

લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરીને, ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરાયું હતુ,જેમાં આરોપી રંગેહાથ 1 લાખ રૂપિયા લેતા ઝડપાઇ ગયો છે. આ આરોપીને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી  હાથ ધરી છે

ટ્રેપીંગ અધિકારી: 
એસ.એચ.ચૌધરી, પીઆઇ, તાપી એસીબી પો.સ્ટે. 

સુપર વિઝન અધિકારીઃ
એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch