Sun,17 November 2024,12:22 am
Print
header

નવસારી વિદ્યાર્થીની દુષ્કર્મ કેસઃ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવી આ વાત

એસઆઇટી કરી રહી છે આ કેસની તપાસ 

વડોદરાઃ નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો અને બાદમાં વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. સામૂહિક દુષ્કર્મ કેસમાં સીટની રચના પછી રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરીષદ યોજી હતી. તેમણે કહ્યું કે, 29મીએ દુષ્કર્મનો બનાવ બન્યો હતો, 4 તારીખે દુષ્કર્મ માટેના સેમ્પલ લેવાયા હતા. દુષ્કર્મ રિપોર્ટમાં ખાસ કંઈ આવ્યું નથી. 8 દિવસ બાદ દુષ્કર્મના  મેડિકલ ટેસ્ટ થતા ઘણા દિવસો થઈ જતા રેપના સીધા પુરાવા નથી મળ્યાં. જો કે, હાથ, પગ અને સાથળ પર વાગેલાના નિશાન છે. પીએમ રિપોર્ટ પરથી કહી શકાય કે યુવતી સાથે દુષ્કર્મ થયું હતું. રેલવે SPએ એમ પણ કહ્યું કે, પોલીસ સતત ગુનેગારોને પકડવા પ્રયાસ કરી રહી છે. જો પીડિતા જીવિત હોત તો ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હોત.

રેલવે પોલીસની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઇ છે. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે પી.આઇની ટીમ પણ આ ચકચારી કેસની તપાસમાં જોડાઇ છે. 800 લોકોની પૂછપરછ કરવામાં આવી હોવા છતાં આ કેસમાં કોઈ નક્કર કડી હાથ નથી લાગી. પીડિતાની ગુમ સાઇકલ શોધવા માટે વડોદરા શહેરની પોલીસને સૂચના આપવામાં આવી છે. ગેંગરેપની ઘટનામાં પરિચિતોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાના સાક્ષીઓની પણ ઊલટતપાસ થઇ રહી છે, પણ એક વોચમેન સહિતના સાક્ષીઓ હજુ પણ પોલીસને મળ્યાં નથી. યુવતી સાથે વડોદરામાં થયેલા દુષ્કર્મ અને વલસાડમાં ગુજરાત ક્વીનના ડબ્બામાં તેની સાથે શું થયું છે તેને લઈને OASIS સંસ્થા સતત શંકાના દાયરામાં છે, આગામી દિવસોમાં આ કેસમાં શું થાય છે તેના પર ગુજરાતભરની નજર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch