Sat,16 November 2024,1:10 am
Print
header

World Athletics Championship: નીરજે સિલ્વર મેડલ જીતીને રચ્ચો ઈતિહાસ, આ મેડલ જીતનારો બન્યો પ્રથમ ભારતીય – Gujarat Post

વોશિંગ્ટનઃ ભારતના સ્ટાર જેવલીન થ્રોઅર નીરજ ચોપરાએ અમેરિકાના યુજીનમાં ઈતિહાસ રચી દીધો છે. તેણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં મેડલ જીતનારો સૌપ્રથમ ભારતીય પુરુષ એથ્લીટ બની ગયો છે. આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય પણ છે. આ પહેલા દિગ્ગજ મહિલા એથલીટ અંજુ બોબી જ્યોર્જે 2003માં ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

નીરજે ચોથા રાઉન્ડમાં 88.13 મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર જીત્યો છે. નીરજે મેડલ જીતતા જ અભિનંદનની વર્ષા થઈ ગઈ છે. PM નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ અભિનંદન પાઠવ્યાં છે. તેના ગામમાં મહિલાઓ જશ્ન મનાવ્યો છે.

ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહ્યો હતો. તેના પહેલા થ્રોને ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચોપરાએ બીજા રાઉન્ડમાં જેવલિનને 82.39 મીટર દૂર ફેંકી દીધો હતો. નીરજના પ્રતિસ્પર્ધી ગ્રેનેડાના એન્ડરસન પીટર્સે પ્રથમ પ્રયાસમાં 90.21 મીટર અને બીજા રાઉન્ડમાં 90.46 મીટર દૂર જેવલિન ફેંકીને નીરજ પર દબાણ બનાવ્યું હતું. આ પછી નીરજે સતત ત્રીજા અને ચોથા રાઉન્ડમાં તેના દેખાવમાં સુધારો કર્યો.તે ત્રીજા રાઉન્ડમાં જેવલિન 86.37 અને ચોથા રાઉન્ડમાં 88.13 મીટર દૂર ફેંકવામાં સફળ રહ્યો હતો. નીરજ પાંચમા રાઉન્ડમાં નિષ્ફળ રહ્યો હતો. પીટર્સ 90.54 મીટર દૂર જેવલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે ચેક રિપબ્લિકનો જાકુબ વાડલેજ્શ 88.09ના સ્કોર સાથે બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch