Sat,16 November 2024,1:46 am
Print
header

Nepal Plane Crash: વિમાનના કાટમાળની પ્રથમ તસવીર આવી સામે- Gujarat Post

(તૂટી પડેલા પ્લેનના કાટમાળની તસવીર)

  • મસ્તાંગ વિસ્તારના કોબાનમાંથી મળ્યો પ્લેનનો કાટમાળ
  • મૃતકોમાં મુંબઈના ચાર રહેવાસી
  • તારા એરલાઇન્સની ફ્લાઈટ 9NAET નેપાળના પોખરાથી જોમસોમ જતી હતી

Nepal Plane Crash: નેપાળમાં ક્રેશ થયેલા તારા એરલાઇન્સના વિમાનના કાટમાળની પ્રથમ તસવીર સોમવારે સામે આવી છે. પ્લેનનો કાટમાળ મસ્તાંગ વિસ્તારના કોબાનમાંથી મળી આવ્યો છે,આ વિમાન રવિવારે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું.

ફ્લાઈટ 9NAET નેપાળના પોખરાથી જોમસોમ જઈ રહી હતી. સવારે લગભગ 10 વાગ્યે ફ્લાઈટ અચાનક ગુમ થઈ ગઈ હતી. આખો દિવસ સર્ચ ઓપરેશન બાદ સાંજે 4 વાગ્યે ફ્લાઈટ ક્રેશના સમાચાર આવ્યાં હતા, પ્લેનમાં ક્રૂ મેમ્બર સહિત લગભગ 22 લોકો સવાર હતા. જેમાંથી 4 મુસાફરો ભારતના, 2 જર્મની અને 13 નેપાળના હતા. ફ્લાઈટમાં 3 ક્રૂ મેમ્બર હતા. વિમાન 30 વર્ષં જૂનું હતું.

ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના વડાએ જણાવ્યું કે ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે. નેપાળ આર્મીના પ્રવક્તા નારાયણ સિલવાલે કહ્યું કે નેપાળની સેના હવાઈ માર્ગે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ક્રેશ થયેલા વિમાનમાં સવાર 4 ભારતીયો મુંબઈના રહેવાસી છે. જેમની ઓળખ અશોક કુમાર ત્રિપાઠી, ધનુષ ત્રિપાઠી, રિતિકા ત્રિપાઠી અને વૈભવી ત્રિપાઠી તરીકે થઈ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch