Sat,16 November 2024,4:03 pm
Print
header

દેશમાં ઓમિક્રોનને કારણે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ પોતાના લગ્ન કર્યાં રદ્દ – Gujarat Post

(file photo)

  • પ્રધાનમંત્રીએ ખુદના લગ્ન રદ્દ કરીને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું
  • જેસિંડાએ ફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ સાથે 2019માં સગાઈ કરી હતી
  • ન્યૂઝીલેન્ડમાં નવા પ્રતિંબધો લગાવવાની જાહેરાત

ઓકલેંડઃ ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા અર્ડર્ને (New Zealand PM Jacinda Ardern )રવિવારે દેશમાં વધતાં કોરોના ઓમિક્રોન સંક્રમણને (Omicron) રોકવા લગાવવામાં આવેલા પ્રતિબંધોને જોતા પોતાના લગ્ન પણ રદ્ કરી નાખ્યાં છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી માસ્ક (Mask Up) ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત સામાજિક મેળાવડા પર રોક લગાવવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડમાં એક લગ્ન સમારોહમાં ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યાં હતા. જે બાદ અહીયા કમ્યુનિટી સ્પ્રેડનો ખતરો વધી ગયો છે. એક પરિવાર ઓકલેન્ડમાં લગ્ન સમારોહમાં સામેલ થવા પ્લેનથી સાઉથ આઈસલેંડ આવ્યો હતો. જે બાદ પરિવારના સભ્યો અને ફ્લાઇટ એટેંડેટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી ન્યૂઝીલેન્ડમાં નવા પ્રતિંબધો લગાવવાની જાહેરાત થઈ છે.

નવા પ્રતિબંધ અંતર્ગત કોઈ પણ કાર્યક્રમમાં 100 લોકો જ સામેલ થશે. ઉપરાંત જો કાર્યક્રમ સ્થળ પર વેક્સિન પાસ નહીં હોય તો 25 લોકો જ સામેલ થઈ શકશે. ન્યૂઝીલેન્ડમાં 12 વર્ષથી મોટા આશરે 94 ટકા લોકોનું રસીકરણ થઈ ચુક્યું છે અને 56 ટકા લોકોએ બૂસ્ટર ડોઝ લઈ લીધો છે.

અર્ડર્ન 2017માં ન્યૂઝીલેન્ડના સૌથી નાની વયના પીએમ બન્યાં હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં ફરીથી તે સત્તામાં આવ્યાં હતા. જેસિંડાએ ફ્રેન્ડ ક્લાર્ક ગેફોર્ડ સાથે 2019માં સગાઈ કરી હતી. ક્લાર્ક ટીવા હોસ્ટ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch