Fri,15 November 2024,2:31 pm
Print
header

પ્રમુખ સ્વામી નગરની મુલાકાતે જતાં પહેલા જાણી લો આ ગાઇડલાઇન- Gujarat Post

વધુ માહિતી માટે ઉપરની PDF ફાઇલ ડાઉનલોડ કરો વાંચો

કોરોનાના કેસ વધતાં ગાઇડલાઇન લાગુ 

સોમવારથી નવી ગાઇડલાઇનનો થશે અમલ

અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે.જેને લઈને કેન્દ્ર અને ગુજરાત સરકાર સતર્ક થઈ ગઇ છે. મહોત્સવમાં આવનારા મુલાકાતીઓને બીએપીએસ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇનનો અમલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ગાઇડલાઇનનો સોમવારથી અમલ શરૂ થશે. અહીં ંમોટી ભીડ થતી હોવાથી લોકોને માસ્ક પહેરવા અપીલ કરાઇ છે.

નવી ગાઇડલાઇનમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, તેમજ શરદી ઉધરસ ધરાવતા લોકોને મુલાકાત ટાળવા માટે સૂચન કરાયું છે. તમામ સ્વયંસેવકો ઉપરાંત, મુલાકાતીઓને ફરજિયાત માસ્ક પહેરવા માટે સૂચના આપી છે. જો  મુલાકાતીઓએ માસ્ક નહી પહેર્યું હોય તો પ્રવેશ આપવામાં નહીં આવે, મુલાકાત દરમિયાન હાથ મેળવવાને બદલે નમસ્કારની મુદ્રા ઉપયોગ કરવા કહેવાયું છે. તાવ, શરદી અને ઉધરસ હોય તેવા મુલાકાતીઓને નગરની મુલાકાત ટાળવા માટે કહેવામાં આવ્યું છે.

અમદાવાદના ઓગણજમાં ચાલી રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું 15 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘઘાટન કર્યું હતું. અત્યાર સુધીમાં લાખો લોકો આ મહોત્સવની મુલાકાત લઈ ચુક્યા છે, વિદેશમાંથી ઘણા લોકો તેમના નોકરી-ધંધા છોડીને સેવા આપવા આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch