Sun,17 November 2024,11:27 am
Print
header

રાત્રિ કર્ફ્યૂને લઈને ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો હવે કેટલા વાગ્યા સુધી રહેશે કર્ફ્યૂ ?

ગાંધીનગરઃ ગુજરાતમાં 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યો છે, રાજ્યનાં 8 મોટા શહેરો એટલે મનપાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરાઇ રહ્યાં છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે.

28 જુલાઈએ 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાં રાહત આપી હતી

આ પહેલા 28 જુલાઈના રોજ 8 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી હતી. તેમજ નિયમો સાથે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં આ કર્ફ્યૂ લાગુ રહેશે.

નોંધનીય છે કે આ સિવાય ગુજરાતમાં કોરોના વાયરસ ગાઈડલાઇન તથા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો છે તે બધા જ નિયંત્રણો અને નિયમો ચાલુ રાખવામાં આવ્યા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch