Mon,18 November 2024,10:15 am
Print
header

સૌથી મોટા સમાચાર, ગુજરાતના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ અંગે સરકારે લીધો આ મોટો નિર્ણય

ગાંધીનગર: ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે.રાજ્ય સરકારે 28 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યૂ લંબાવ્યો છે. રાત્રે 12 વાગ્યાથી લઈને સવારના 6 વાગ્યા સુધી રાજ્યના ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ રહેશે. કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત છે.

ગત મહિને સરકારે કર્ફ્યૂના સમયમાં ઘટાડો કર્યાં બાદ રાજ્ય સરકારે ફરી એક વખત 15 ફેબ્રુઆરી સુધી નાઇટ કર્ફ્યૂ લંબાવ્યો હતો. કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો થતાં કર્ફ્યૂમાં સમયમાં થોડી છૂટછાટ આપી છે. નાઇટ કર્ફ્યૂ  ફેબ્રુઆરીના અંત સુધી યથાવત રહેશે.

DyCM નીતિન પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્યસચિવ, ગૃહ વિભાગના ACS પંકજકુમાર, CMના અંગત સચિવ મનોજ દાસ, DGP હાજર રહ્યાં હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવશે. જોકે રાત્રિ કર્ફ્યૂમાં થોડી રાહત આપવામાં આવી છે. જેમાં રાત્રિના 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch