Sun,17 November 2024,1:30 pm
Print
header

BIG NEWS- ગણેશોત્સવમાં મોટી છૂટ, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

રાજ્યમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની છૂટ આપવામાં આવી 

ગાંધીનગરઃ કોરોનાના કેસ ઘટતા રાજ્ય સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રૂપાણી સરકારે આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યાં છે. રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી છે, 31 જુલાઈથી રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. જે સમય પહેલા રાતના 10 વાગ્યાનો હતો, લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે, 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે, હોમ ડિલિવરી 12 વાગ્યા સુધી કરી શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યાં છે જેમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની પણ છૂટ આપવામાં આવી છે.

રાજ્યમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જુલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાનો રહેશે.જો કે નાગરિકોએ આ છૂટનો ખોટો ઉપયોગ કરવો જોઇએ નહીં, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch