Fri,01 November 2024,7:01 pm
Print
header

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ નેતા યુવરાજસિંહ જાડેજા પર કર્યાં પ્રહાર- Gujaratpost

સરકારે 2 લાખ સરકારી અને 20 લાખ અન્ય રોજગારીનું આપ્યું હતું વચન 

નીતિન કાકા સાથે એમની પાર્ટીએ જ કર્યો અન્યાય- યુવરાજસિંહ

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટીપ્પણી પર નીતિન પટેલ જવાબ આપ્યો છે.  નીતિન પટેલે કહ્યું મારા પર કરવામાં આવેલી ટીપ્પણી નિમ્ન કક્ષાની છે, મારા અકસ્માત સાથે આ પ્રકારનું નિવેદન ગેરવ્યાજબી છે. 2021માં રોજગારીનું વચન આપ્યું હતું.જે મુજબ અમારી સરકાર વર્ષ 2026 સુધીમાં 2 લાખ યુવાનોની ભરતી કરશે. અમને ઈંટનો જવાબ પથ્થરથી આપતા આવડે છે. મહત્વનું છે કે નીતિન પટેલ ભરતી કરી શક્યા ન હતા એટલે તેમને ગાયે અડફેટે લીધા હોવાનું યુવરાજસિંહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આ બાબતે નીતિન પટેલે વીડિયો જાહેર કરી નારાજગી દર્શાવી છે.

યુવરાજસિંહ જાડેજાએ બેરોજગારીને લઈને ભાજપ અને નીતિન પટેલને સવાલ કરતાં કહ્યું છે કે સરકારે 2 લાખ સરકારી અને 20 લાખ પ્રાયવેટ સેક્ટરમાં  રોજગારીનું વચન આપ્યું હતુ. ભાજપ સરકારે કેટલી રોજગારી આપી એનો હિસાબ આપવો જોઈએ. નીતિન કાકાને પદેથી હટાવીને તેમની જ પાર્ટીએ અન્યાય કર્યો છે.

ગત 13 ઓગસ્ટના રોજ મહેસાણાના કડીમાં રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા. કડીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન રખડતી ગાયે નીતિન પટેલને અડફેટે લીધા હતા. જેથી તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. હવે આ મામલે યુવરાજે કટાક્ષ કરતા કહ્યું કે બરાબર કામ ન કરનાર નેતાજીએ ગાયે આવી રીતે જવાબ આપ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch