Mon,18 November 2024,5:45 am
Print
header

ગુજરાતમાં કોરોનાના ખતરા વચ્ચે હોળી-ધૂળેટીને લઇને સૌથી મોટા સમાચાર, જાણો વધુ વિગતો

ફાઇલ ફોટો 

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને પગલે સરકાર કેટલાક પ્રતિબંધો ફરી લગાવી રહી છે. કોરોના સંક્રમણના કારણે વધુ એક તહેવાર પર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હોળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સરકારે હોળીના પર્વની ઉજવણી અંગે કેટલીક મહત્વની જાહેરાત કરી છે.

કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં સાવધાનીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા કેટલાક પગલા લેવાઇ રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હોળીની ઉજવણી અંગે જાહેરાત કરતા કેટલીક સ્પષ્ટતા કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ આજે હોળી પર્વની ઉજવણી મુદ્દે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મહામારીના સમયમાં લોકોના એકઠા થવાથી સંક્રમણ વધે છે. ત્યારે આ વર્ષે હોળી પર્વમાં હોળી પ્રગટાવવાની મંજૂરી મળશે પરંતુ ધૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા માટે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે.

આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ સાથે કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે.

ઉલ્લેખનિય છે કે,રાજ્યમાં ફરી કોરોનાની મહામારીએ માથું ઉંચક્યું છે. છેલ્લા આંકડાઓ મુજબ રાજ્યમાં કોરોનાના 1565 નવા કેસ નોંધાયા હતા.વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કોરોનાથી રિકવરી રેટ 96.08 ટકા પર પહોંચ્યો છે. હાલ 6737 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch