Sun,17 November 2024,10:57 am
Print
header

રાજ્યમાં ધોરણ 6 થી 8નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે મંજૂરી મળે તેવા સંકેત

પ્રતિકાત્મક ફોટો

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા ધોરણ 6થી 8 ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ શકે છે. ગઈકાલે કેબિનેટમાં પણ આ અંગે ચર્ચા થઈ હતી, હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે કહ્યું છે કે  કેબિનેટમાં 6 થી 8 ધોરણના વર્ગો શરૂ કરવા માટે ચર્ચા થઈ છે અને અભિપ્રાય મંગાવવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં નવી SOP જાહેર કરવામાં આવશે. આમ નીતિન પટેલે ટૂંક સમયમાં જ પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાના સંકેત આપી દીધા છે.

સી એલ કેળવણી મંડળ ઇટાદરા સંચાલિત ઈંગ્લીશ મીડીયમ પ્રિ પ્રાઇમરી સ્કૂલના નવ નિર્મિત ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઇટાદરા ગામ ખાતે હાજર રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું છે. પાટીદાર નેતાને મોદી કેબિનેટમાં સમાવેશ પર નિવેદન આપતાં નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત અને દેશમાં પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌના વિશ્વાસથી કામ કરે છે. સિંચાઈ પર વાત કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે અત્યારે શક્ય છે ત્યાં પૂરેપૂરું પાણી સિંચાઈ માટે આપીએ છીએ. બનાસકાંઠા કચ્છ સુધી જ્યાં પાણી પહોંચે છે ત્યાં બધે જ પાણી આપીએ છીએ. જેટલુ પાણી છે તેનો ખેડૂતોને લાભ મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch