Fri,15 November 2024,6:32 pm
Print
header

ઉ.કોરિયાએ છોડેલી મિસાઇલ દ.કોરિયાની હદમાં પડી, બંને દેશો વચ્ચે વધ્યો તણાવ- Gujarat Post

સિઓલઃ બુધવારે ઉત્તર કોરિયાએ ફરી દક્ષિણ કોરિયા તરફ મિસાઇલ છોડી હતી. તેને જોતા બંને પાડોશી દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. તેમણે ઉલેંગડો દ્વીપના લોકોને નજીકના બંકરોમાં ખસી જવા અને સેનાને તાત્કાલિક જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉત્તર કોરિયાના વલણને તાજેતરના વર્ષોમાં સૌથી આક્રમક ગણાવવામાં આવી રહ્યું છે.

ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ઉનના આદેશ પર બેલેસ્ટિક મિસાઈલ સહિત 10 મિસાઈલો છોડવામાં આવી હતી. આ પછી, દક્ષિણ કોરિયાની સૈન્યએ કહ્યું કે પ્રથમ વખત બેલેસ્ટિક મિસાઇલ અમારા સમુદ્ર વિસ્તારની નજીક પડી. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (JCS)એ જણાવ્યું હતું કે ઉલેંગડો પર હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાને તાત્કાલિક જવાબ આપવા માટે સૂચના આપી છે, તેથી તેમણે ટાપુના લોકોને બંકરોમાં જવાનો નિર્દેશ આપ્યો છે.

દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયાના આ મિસાઈલ હુમલાને તાજેતરના વર્ષોનો સૌથી આક્રમક અને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે. બંને દેશો વચ્ચે દરિયાઈ સીમાઓ અને અન્ય બાબતોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વિવાદિત વિસ્તારમાં બેલેસ્ટિક મિસાઈલ છોડવામાં આવી હોવાના અહેવાલ છે.

જાપાને પણ ઉત્તર કોરિયાની બેલેસ્ટિક મિસાઈલ છોડવાની પુષ્ટિ કરી છે. આ સાથે તેણે પોતાના કોસ્ટ ગાર્ડને સતર્ક રહેવા કહ્યું છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું કે કોરિયન દ્વીપકલ્પ પર વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને અમે શક્ય તેટલી વહેલી તકે રાષ્ટ્રીય સુરક્ષા બેઠકનું આયોજન કરવા માંગીએ છીએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch