Fri,20 September 2024,8:29 am
Print
header

હવે ભયાનક યુદ્ધનો સમય આવી ગયો છે...ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે ફરી આપી દીધી ધમકી

ઉત્તર કોરિયાના સૈન્ય શાસક કિમ જોંગ ઉને ફરી એકવાર યુદ્ધને લઈને મોટી ધમકી આપી છે. તેમણે કહ્યું કે દુનિયામાં સૈન્ય અને રાજકીય સ્થિતિ સ્થિર નથી. આ કારણે આપણે હવે પહેલા કરતા વધુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.

ઉત્તર કોરિયાની સરકારી સમાચાર એજન્સી KCNA અનુસાર કિમ જોંગ ઉને દેશની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. આ મહિનાની શરૂઆતમાં તેમને અગાઉ નવી હાઇપરસોનિક મધ્યવર્તી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ અંગે વિશ્લેષકોએ કહ્યું હતું કે આ બેલેસ્ટિક મિસાઈલ ઉત્તર કોરિયાની મિસાઈલોને તૈનાત કરવાની ક્ષમતાને વધુ મજબૂત કરશે.

ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા અને અમેરિકા પર સૈન્ય તણાવ વધારવાનો આરોપ લગાવી રહ્યું છે. થોડા સમય પહેલા ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે પરમાણુ હથિયારોને લઈને કહ્યું હતું કે જો દુશ્મન અમને ઉશ્કેરશે તો અમે પરમાણુ હુમલો કરતા ખચકાઈશું નહીં. કિમે સ્પષ્ટ સૂચના આપી હતી કે જો દુશ્મન પરમાણુ હુમલાની ધમકી આપે છે અથવા ઉશ્કેરશે તો અમે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરતા ખચકાઈશું નહીં. આ પછી ઉત્તર કોરિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ હવાંગ-18 લોન્ચ કરી.

શું કિમ ખરેખર પરમાણુ હુમલો કરી શકે છે ?

ઉત્તર કોરિયાએ કહ્યું કે તે યુદ્ધની વિરુદ્ધ છે અને તેણે પોતાના પરમાણુ શસ્ત્રો સ્વરક્ષણ માટે રાખ્યાં છે.પરંતુ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન જેવા દુશ્મનોને અમે જવાબ આપવા તૈયાર છીએ, અમે કોઇ પણ સમયે હુમલો કરવાની ક્ષમતા રાખીએ છીએ.

ગત વર્ષે સૈન્ય પરેડ દરમિયાન કિમે કહ્યું હતું કે તેમને પોતાના પરમાણુ દળોને દેશના હિતોનું ઉલ્લંઘન કરનાર પર હુમલો કરવાની જવાબદારી સોંપી છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ઉત્તર કોરિયાએ તેના એક કાયદામાં સુધારો કર્યો હતો, જે સંભવિત હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને તેને પહેલા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે.

કાયદા અનુસાર, જો ઉત્તર કોરિયા પર પરમાણુ હુમલાનો ખતરો હોય, જો તેના નેતૃત્વ અથવા લોકોના જીવને ખતરો હોય અથવા જો કોઈ દેશ હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હોય, તો આવી સ્થિતિમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકાય છે.

આ કાયદામાં કિમ જોંગને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગેના તમામ નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ જો કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમને કોઈ ખતરો લાગશે તો મિસાઈલ 'ઓટોમેટિકલી' લોન્ચ કરશે. એટલે કે કિમ જોંગની મંજૂરીની જરૂર નહીં પડે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં જ બીજો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો, જે અમેરિકન ઉશ્કેરણીઓને રોકવા માટે પરમાણુ હથિયારોના ઉત્પાદનને વેગ આપવાનો અધિકાર આપે છે.

જુલાઈમાં ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુન નામએ કહ્યું હતું કે દક્ષિણ કોરિયામાં અમેરિકી એરક્રાફ્ટ કેરિયર્સ, બોમ્બર્સ અને મિસાઈલ સબમરીનની તૈનાતીથી પરમાણુ હથિયારોના ઉપયોગનું જોખમ વધી ગયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch