Fri,15 November 2024,10:52 pm
Print
header

નિયમનું ઉલ્લંઘન કર્યું તો દંડ ભરવા માટે રહેજો તૈયાર, હવે કારમાં પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિએ પણ બાંધવો પડશે સીટબેલ્ટ- Gujaratpost

નવી દિલ્હી: માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 6 સપ્ટેમ્બરે એક કાર્યક્રમમાં ચેતવણી આપતા કહ્યું કે કારમાં પાછળની સીટમાં સીટ બેલ્ટ ન પહેરનારા મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવશે.બિઝનેસ ટાયકૂન સાયરસ મિસ્ત્રીનું તાજેતરમાં માર્ગ અકસ્માતમાં મોત થઇ ગયું છે, જે કારમાં પાછળની સીટ પર બેસેલા લોકોએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મિસ્ત્રી પાછળની સીટ પર બેઠેલા હતા અને તેમણે સીટબેલ્ટ પહેર્યો ન હતો. જો તેમણે સીટબેલ્ટ પહેર્યો હોત તો તેમનો જીવ બચી શક્યો હોત. તેમની સાથે અન્ય એક વ્યક્તિનું મોત થઇ ગયું છે,આ વાતનો પણ ગડકરીએ ઉલ્લેખ કરીને નવા નિયમની વાત કરી છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે જો કોઈ મુસાફર સીટબેલ્ટ નહીં પહેરે તો તેમને દંડ કરાશે.આ મામલે સરકાર આગામી ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પાડશે. તેમણે કહ્યું, "અગાઉ માત્ર ડ્રાઈવર અને સહ-મુસાફર માટે સીટબેલ્ટ ન પહેરવા બદલ દંડ હતો, પરંતુ અમે પાછળની સીટના મુસાફરોને પણ સામેલ કરવા માટે કાયદો અપડેટ કર્યો છે."

ડ્રાઈવરની પાછલી સીટ પર બેઠેલો યાત્રિક સીટ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે. પાછળની સીટમાં બેલ્ટ લગાડવા માટે ક્લિપની વ્યવસ્થા હશે.એવી પણ માહિતી મળી રહી છે કે સીટ પર બેઠેલી વ્યક્તિ જો સીટ બેલ્ટ નહીં પહેરે તો આલાર્મ વાગતું જ રહેશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch