Wed,23 October 2024,12:52 am
Print
header

અંકલેશ્વરમાંથી રૂ, 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post

અંદાજે 427 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

ભરૂચઃ અકંલેશ્વરમાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. જીઆઈડીસીમાં અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી આ જથ્થો પોલીસે ઝડપ્યો છે. જેની કિંમત 250 કરોડ રૂપિયા જેટલી છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના અમરોલી નજીક સાયણ-કઠોર રોડ સ્થિત રંગોલી ચોકડી પાસેથી સુરત ક્રાઇમ બ્રાંચે 2 કિલોગ્રામ મેફેડ્રોન સાથે કારમાં સવાર ત્રણ યુવકોને ઝડપી પાડ્યાં હતા. આરોપીઓની પૂછપરછના આધારે અંકલેશ્વર જીઆઈડીસીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.

સુરત ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે અમરોલી-સાયણ રોડ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. અહીંથી એક કાર પસાર થતા તેની તલાશી લેવામાં આવી હતી અને અંદાજે 1 કિલોગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. કારમાં સવાર ત્રણેય શખ્સોની પૂછપરછ કરતાં તેમણે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક ફેક્ટરીમાંથી આ ડ્રગ્સ લાવ્યાં હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ત્યાં દરોડા પાડ્યાં હતા. જેમાં મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું.

અહીંથી એમડી ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે થોડા દિવસ પહેલા જ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી રૂ. 5000 કરોડનું કોકેઈન ઝડપાયું હતું, હવે ફરીથી 250 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળતા અંકલેશ્વર ડ્રગ્સનું હબ બન્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch