Fri,15 November 2024,10:05 am
Print
header

NIA પણ કરશે મહાઠગ કિરણ પટેલની તપાસ, થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post

(અમિત શાહ સાથે કિરણ પટેલની ફાઇલ તસવીર)

અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલનો મુદ્દો જોરદાર રાજકીય રંગ પકડી રહ્યો છે, આપ અને કોંગ્રેસે ભાજપ પાસે જવાબ માંગ્યો છે. ગુજરાત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. મહાઠગ કિરણ પટેલ દ્વારા છ વખત જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવામાં આવી હોવાને પગલે એનઆઈએ પણ આ કેસની તપાસ કરશે. સેન્ટ્રલ આઈબી દ્વારા પણ ઈનપુટ્સ એજન્સીઓને આપવામાં આવી રહ્યાં છે, જેને પગલે કિરણ પટેલની સાથે સંકળાયેલા લોકોની મુશ્કેલીઓ વધશે.

કિરણ પટેલે પીએમઓના નકલી હોદ્દાનો કયા કારણોસર દૂરુપયોગ કર્યો તેની તપાસ વિવિધ એજન્સીઓ કરી રહી છે. મહાઠગની સંડોવણી દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે, તે વારંવાર કાશ્મીરની મુલાકાતે કેમ જતો હતો તેની તપાસ એનઆઈએ કરી રહી છે.

કિરણ પટેલ કાશ્મીર અને દિલ્હીમાં કોને મળતો હતો, કાશ્મીર સિવાય દેશના અન્ય રાજ્યોમાં પીએમઓના નકલી અધિકારીની ઓળખ આપી કેવા ખેલ કર્યાં છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે. પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહ ગુજરાતની વારંવાર મુલાકાત લેતા હોવાથી ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચ પણ કિરણ પટેલના સંપર્કોની તપાસ કરી રહી છે. 

બીજી તરફ કિરણ સાથે કાશ્મીરમાં રોકાયેલા અમિત પંડ્યા અને જય સીતાપરાની કાશ્મીર પોલીસેે ધરપકડ કરી છે. જેમની પૂછપરછ કરાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch