Fri,15 November 2024,2:34 pm
Print
header

ચીનમાં કોરોનાના કહેર વચ્ચે લોહી માટે હાહાકાર, જિંદગી બચાવવા રક્તદાનની કરાઇ અપીલ- Gujarat Post

બેઇજિંગઃ ચીનમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કોવિડના દર્દીઓની સતત વધી રહેલી સંખ્યા વચ્ચે દેશના ઘણા વિસ્તારોમાં લોહીની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં રક્તદાન માટે લોકોને અપીલ કરવામાં આવી છે. રક્તદાન દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યાં અનુસાર, દેશના ઘણા પ્રદેશોમાં લોહીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19 રોગચાળા અને લાંબી ઠંડીના કારણે દર્દીઓને લોહીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. શાનડોંગ પ્રાંતના એક બ્લડ સેન્ટરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી બ્લડ ગ્રુપ 'A' અને 'O'નો સ્ટોક ખૂબ જ નીચા સ્તરે ગયો છે. જિનાન, જેમાં સૌથી વધુ તબીબી સંસ્થાઓ છે, ત્યાં લોહીની અભૂતપૂર્વ અછત જોવા મળી રહી છે.

ગ્લોબલ ટાઈમ્સે Yicai.com ને ટાંકીને કહ્યું કે એનિમિયાએ ચીનના કેટલાક ભાગોમાં ગર્ભવતી મહિલાઓ અને ગંભીર રીતે બીમાર દર્દીઓના જીવનને જોખમમાં મૂક્યું છે. રક્તની માંગને પહોંચી વળવા માટે, ગુઆંગડોંગ પ્રાંતમાં જ દરરોજ 1,200 રક્તદાતાઓની જરૂર છે. ગુઆંગઝુ બ્લડ સેન્ટરે જણાવ્યું હતું કે કોવિડ-19 કેસમાં વધારો તેમજ ઠંડા હવામાનને કારણે લોહીની માંગમાં વધારો થયો છે, પરંતુ પુરવઠો સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. હેનાન પ્રાંતના શાંગકીઉ પ્રદેશના લોકોને રક્તદાન કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch