Mon,18 November 2024,9:45 am
Print
header

સાવધાન..ONGCમાં નોકરીની લાલચે યુવકે રુપિયા.3.95 લાખ ગુમાવ્યાં

યુવકના કાકાના પરિચિત હોવાનું કહીને  ગઠિયાએ છેતરપિંડી કરી, સાયબર ક્રાઇમમાં નોંધાઇ ફરિયાદ

અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ (Vastral)રીંગ રોડ પાસે આવેલી અન્નપૂર્ણા રેસીડન્સીમાં રહેતા જતીન પટેલ નામના યુવકને ઓએનજીસીમાં (ONGC) નોકરી મેળવવાનું ભારે પડ્યું છે. એક ગઠિયાએ અલગ અલગ સમયે રુપિયા 3.95 લાખ પડાવી લીધાની ફરિયાદ સાયબર ક્રાઇમ (cyber crime)ખાતે નોંધવામાં આવી છે. આ બનાવની વિગતો એવી છે કે અન્નપૂર્ણા રેસીડેન્સી ખાતે રહેતા જતીન પટેલ  ચાંગોદરમાં આવેલી મિડાસ મેટકોન નામની કંપનીમાં છેલ્લાં છ વર્ષથી નોકરી કરે છે. પરંતુ હવે તે અન્ય નોકરીની તલાશમાં હોવાથી તેમણે પરિવારજનોને કોઇ નોકરી ધ્યાનમાં હોય તો કહેવા માટે જણાવ્યું હતુ. જતીનના કૌટુંબિક કાકા ગીરીશભાઇએ ગત 15મી ઓગસ્ટના રોજ  જતીનને ફોન કરીને કહ્યું હતુ કે તેમને ઓએનજીસીમાં નોકરી અંગેનો એક મેસેજ આવ્યો છે. જેમાં કોઇ મનુભાઇ નામના વ્યક્તિનો મોબાઇલ નંબર છે અને તે નોકરી (job)ની ગેંરટી આપે છે.

નોકરીની આશામાં જતીને તે મેસેજમાં  દર્શાવેલા મોબાઇલ ફોન પર કોલ કરતા મનુભાઇ નામની વ્યક્તિએ જણાવ્યું કે તેમના સંપર્ક ઓએનજીસીમાં ઉપર સુધી છે જેથી તેમને નોકરી સેટ કરી આપે છે.આ માટે કેટલાંક વ્યવહાર કરવાના ભાગરુપે 60 હજાર રુપિયા ભરવા પડશે. મનુભાઇએ એમ પણ કહ્યું કે ગીરીશભાઇ સાથે તેને અંગત  સંબધ હોવાથી જ્યાં સુધી જતીનની નોકરી શરુ ન થાય ત્યાં સુધી આ માટે થતા નાણાંકીય વ્યવહાર અંગે ગીરીશભાઇને વાત ન કરવા માટે કહ્યું હતુ. પછી જતીને 60 હજાર રુપિયા મનુભાઇએ આપેલા બેંક એકાઉન્ટમાં ઓનલાઇન (online) જમા કરાવી દીધા હતા.બાદમાં થોડા દિવસ બાદ અજાણ્યા નંબર પરથી  ફોન આવ્યો હતો ફોન કરનારે જણાવ્યું હતુ કે તે વડોદરા ઓએનજીસી અધિકારી છે. તેણે જતીનને નોકરી મળી ગઇ હોવાની વાત કરી હતી. સાથે નોકરીના કોલ લેટરની પ્રોસેસ કરવા માટે કેટલાંક વઘારાના નાણાં જમા કરાવવા માટે કહ્યું હતુ, તબક્કાવાર 15 દિવસમાં લગભગ 3.95 લાખની રોકડ વિવિધ બેંક એકાઉન્ટમા જમા કરાવડાવી હતી. પણ  બાદમાં જતીન પાસે નાણાં ન હોવાથી તેને વધુ પૈસા આપવાની ના પાડી દીધી હતી. બીજી તરફ જતીને જ્યારે તેના કાકાને વાત કરી ત્યારે તે ચોંકી ઉઠ્યો હતો કારણ કે ગીરીશભાઇ કોઇ મનુભાઇ નામની વ્યક્તિને ઓળખતા જ ન હોવાનું સામે આવ્યું હતુ. ત્યારે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમણે સાયબર ક્રાઇમમાં અરજી દાખલ કરતા પોલીસે આઇપીસી (IPC)ની કમલ 406, 420 અને 120 બી તેમજ આઇટી એક્ટની કલમ 66 સી, 66 ડી હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch