Sat,16 November 2024,6:13 am
Print
header

વિશ્વમાં મુસ્લિમો ઈસ્લામોફોબિયાનો બની રહ્યાં છે શિકારઃ બાઈડેન- Gujarat Post

(ફાઇલ તસવીર)

  • દેશ-દુનિયામાં આજે મનાવવામાં આવી રહી છે ઈદ
  • મુસ્લિમો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યાં હોવા છતાં પડકારો અને ઘણા જોખમોનો સામનો કરે છેઃ બાઇડેન
  • છ વર્ષમાં પહેલીવાર યમનના લોકોને શાંતિથી ઈદ મનાવવાની મંજૂરી આપવામાં આવી

વોશિંગ્ટનઃ દેશ અને દુનિયામાં ઈદની ઉજવણી થઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે.અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, સમગ્ર વિશ્વમાં મુસ્લિમોને હિંસાનો શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. મુસ્લિમો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યાં છે. તેમ છતાં તેઓ પડકારો અને જોખમોનો સામનો કરી રહ્યાં છે. દુનિયામાં મુસ્લિમો ઈસ્લામોફોબિયાના શિકાર બની રહ્યાં છે.

બાઇડેને વ્હાઇટ હાઉસમાં ઈદ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે પ્રથમ મુસ્લિમને આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડર-એટ-લાર્જ તરીકે નિયુક્ત કર્યાં છે. બાઇડેને રોહિંગ્યા મુસ્લિમો તરફ ઈશારો કરીને કહ્યું કે જેઓ આ દિવસની ઉજવણી કરી શકતા નથી તેમને પણ યાદ કરીએ. તેઓ હિંસા અને સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છ વર્ષમાં પહેલી વખત યમનના લોકોને શાંતિથી ઈદ મનાવવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વિશ્વમાં ઘણું કામ કરવાનું બાકી છે. મુસ્લિમો હજુ પણ આપણા સમાજ માટે વાસ્તવિક પડકારો અને ધમકીઓનો સામનો કરી રહ્યાં છે, જેમાં હિંસા અને ઇસ્લામોફોબિયાનો સમાવેશ થાય છે.

બાઇડેને કહ્યું આપણે વિશ્વના સમગ્ર ઈતિહાસમાં એકમાત્ર રાષ્ટ્ર છીએ. જે કોઈ ધર્મ, જાતિ, ભૂગોળને આધારે નહીં પરંતુ એક વિચારને આધારે સંગઠિત છે.આ પહેલા એક ટ્વિટમાં બાઇડેને લખ્યું હતું કે, દુનિયાભરમાં ઈદની ઉજવણી કરનારા તમામ લોકોને અમે અમારી શુભકામનાઓ પાઠવીએ છીએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch