Fri,15 November 2024,10:08 pm
Print
header

USA: ટેક્સાસમાં ચાર ભારતીય મૂળની મહિલાઓ પર વંશીય હુમલો, કહ્યું- આઈ હેટ યૂ ઈંડિયન્સ,ગો બેક – Gujarat Post

(ભારતીય મૂળની મહિલાઓને અપશબ્દો બોલતી મેક્સિકન-અમેરિકન મહિલા)

અમેરિકામાં ફરી એક વખત વંશીય ભેદભાવની ઘટના 

ટેક્સાસના ડલ્લાસના એક પાર્કિંગમાં બની ઘટના 

ભારતીય મહિલાઓને અપશબ્દો બોલનારી મહિલાની કરાઇ ધરપકડ 

ટેક્સાસઃ અમેરિકામાં ફરીથી વંશીય ભેદભાવની ઘટના સામે આવી છે. આ મામલો ટેક્સાસ શહેરનો છે. ચાર ભારતીય-અમેરિકન મહિલાઓ પર આ હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સામે આવ્યાં બાદ એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મેક્સિકન-અમેરિકન મહિલા ભારતીય મૂળની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી રહી છે, તેમને પાછા ભારત જવા માટે કહી રહી છે. આરોપી મહિલાએ અપશબ્દો સાથે કહ્યું કે 'હું તમને ભારતીયોને નફરત કરું છું, પાછા જાઓ' એવી બૂમો પાડી હતી.

ટેક્સાસના ડલ્લાસમાં ગુરુવારે રાત્રે પાર્કિંગમાં આ ઘટના બની હતી. જે મહિલાની ધરપકડ કરવામાં આવી છે, તે વીડિયોમાં મેક્સિકન-અમેરિકન તરીકે પોઝ આપતી અને ભારતીય અમેરિકન મહિલાઓના જૂથ સાથે મારપીટ કરતી જોવા મળી રહી છે. આરોપી મહિલાએ ગુસ્સામાં બધી મહિલાઓને 'આઈ હેટ યુ ઈન્ડિયન' કહ્યું હતુ, આરોપી મહિલાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું કે આ બધા ભારતીયોને વધુ સારું જીવન જોઈતું હોવાથી અમેરિકા આવે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch