Sat,16 November 2024,9:16 pm
Print
header

પેપર લીક કાંડમાં હિંમતનગરથી મળી વધુ એક કાર, બંન્ને કાર એક જ વિસ્તારમાંથી મળી- Gujarat Post

પેપર લીકમાં આ બંને કારનો થયો હતો ઉપયોગ 

ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે. પેપર લીક થયાના કેસમાં ગૌણ સેવા આયોગે સાબરકાંઠા પોલીસને ઇ-મેઇલ કર્યો છે. પોલીસ પેપર લીક મામલે 10 થી 12 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધે તેવી શક્યતા છે. પોલીસને એક પછી એક કડી જોડવામાં સફળતા મળી છે. ગૌણ સેવા આયોગ વધુ એકવાર પરીક્ષા સફળતાથી લેવામાં નિષ્ફળ રહ્યું છે. પેપર લીક કાંડમાં હિંમતનગરથી વધુ એક કાર મળી આવી છે. આ પહેલા પણ એક કાર મળી હતી. બંને કાર એક જ વિસ્તારમાંથી મળી આવી છે.

ટાટા હેક્જા કાર હિંમતનગરના પાવર ટ્રેક ટ્રેક્ટર શોરૂમના માલિકની હોવાનું બહાર આવ્યું છે. ઇનોવા કાર જ્યાંથી મળી આવી છે તેની બાજુમાં ફાર્મટ્રેક ટ્રેક્ટરનો શો-રૂમ આવેલો છે.ઇનોવા અને હેક્જા કાર બંને એક જ વિસ્તારમાંથી મળી આવી છે. આપ નેતા યુવરાજસિંહે આ બંને કારના નંબરો જાહેર કરીને તપાસની માંગ કરી છે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થઇ ગયો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી હતી. તપાસમાં જોડાયેલા અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા આદેશ કરાયો હતો.બે કલાકમાં અધિકારીઓને ગૃહમંત્રીના કાર્યાલયમાં પહોંચવાની સૂચના અપાઇ હતી. 

પરીક્ષા માટે ફૂલ પ્રૂફ સિસ્ટમ રાખવામાં ગૌણ સેવા નિષ્ફળ રહ્યું છે. ફરિયાદ નામ જોગ લખાશે તે મુદ્દે હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.આ સિવાય ગૌણ સેવા આયોગ ફરિયાદી બનશે કે નહીં તે સ્પષ્ટ નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch