Sat,16 November 2024,2:22 pm
Print
header

તોડકાંડ ! રાજકોટ પોલીસ કમિશનર સામે તપાસના આદેશ, ગૃહવિભાગે DGP પાસે માંગ્યો રિપોર્ટ- Gujarat Post

રાજકોટ: રાજ્યના ગૃહ વિભાગે રાજકોટના પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) મનોજ અગ્રવાલ સામે તપાસના આદેશ આપી દીધા છે.ગૃહવિભાગે રાજ્ય પોલીસ વડા પાસે મનોજ અગ્રવાલ સામેના આક્ષેપો અંગે રિપોર્ટ માંગ્યો છે. 3 દિવસમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh sanghvi)ને પોલીસ વડા દ્વારા રિપોર્ટ સોપવામાં આવશે. રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં વસૂલવા માટે ટકાવારી ખાતા હોવાનો આક્ષેપ કર્યો છે. 

રાજકોટના ધારાસભ્ય અને ભાજપના અગ્રણી દ્વારા પોલીસ કમિશનર પર ગંભીર પ્રકારના આક્ષેપો કરતાં ભાજપ સરકાર સામે જ સવાલ ઉભા થઇ રહ્યાં છે, ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે મનોજ અગ્રવાલે ડૂબેલા નાણ વસૂલવા માટે બિઝનેસમેન પાસેથી 75 લાખ રૂપિયા પડાવી લીધા અને વધુ 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન આવે છે. પૂર્વમંત્રી અને રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખતા પોલીસ તંત્રમાં સોપો પડી ગયો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે  પત્રમાં લખ્યું છે કે, આશરે 8 મહિના પહેલા રાજકોટના મહેશ સખીયા સાથે 15 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ કેસમાં એફઆઈઆર દાખલ કરવાને બદલે ઉઘરાણીના 15 ટકા હિસ્સો માગીને રકમ પરત મેળવી આપવાની ખાતરી આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આશરે 7 કરોડ રૂપિયા જેટલી વસૂલાત કરી આપી હતી અને કમિશનરે પોતાના પીઆઈ મારફતે 75 લાખ રૂપિયા કમિશન પેટે મંગાવી લીધા હતા. પીઆઈ દ્વારા 30 લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન કરવામાં આવી રહ્યાં હતા.આ મામલે બે-અઢી મહિના પહેલા ગૃહ મંત્રીને લેખિત રજૂઆત કરી હતી. હવે રાજકોટ પોલીસના એક પછી એક તોડકાંડ સામે આવતા સરકારની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. ભાજપના રાજમાં પોલીસ અધિકારીઓ બેફામ બની ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch