Fri,01 November 2024,11:05 am
Print
header

વડાપ્રધાન મોદીએ માતા હીરાબાના લીધા આર્શીવાદ, આવતીકાલે રાણીપમાં કરશે મતદાન

મોદીએ માતા હીરાબાના લીધા આર્શીવાદ 

આવતીકાલે 93 બેઠકો પર મતદાન

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાશે.તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર પહોંચ્યાં હતા, તેમને માતા હીરાબાના આર્શીવાદ લઇને તેમની સાથે થોડો સમય વાત કરી હતી, આસપાસના લોકો પણ મોદીને જોવા ઉમટી પડ્યાં હતા. ચૂંટણી સભામાં વ્યસ્ત હોવાથી મોદી અનેક વખત ગુજરાત આવ્યાં હતા, પરંતુ તેમના માતાને મળી શક્યા ન હતા, જેથી હવે સભાઓ બંધ થયા પછી તેઓ માતાને મળવા પહોંચ્યાં હતા.

મોદી સવારે 8.30 કલાકની આસપાસ રાણીપમાં આવેલી એક સ્કૂલમાં મતદાન કરશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે તેઓ ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે.મોદીએ અનેક વિસ્તારોનાં મતદાતાઓને આકર્ષવા માટે જનસભાઓ કરી હતી.અમદાવાદ સહિત 14 જિલ્લાઓની 93 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે, બીજો તબક્કો ભાજપ માટે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં મતદાન ઓછું થતા ભાજપને નુકસાન થયાનું ચર્ચાઇ રહ્યું છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch