Fri,01 November 2024,4:58 pm
Print
header

દેશ અને ગુજરાતના વિકાસ માટે ભરૂચની મહત્વની ભૂમિકાઃ પીએમ મોદી- Gujarat Post

(વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતાં પીએમ મોદી)

ઉદ્યોગ, બંદરો, વેપારમાં આજે ભરૂચનો જય જય કાર થાય છે

ભરૂચના અનેક મહાનુભાવોએ દેશનું વધાર્યું ગૌરવ 

ભરૂચમાં મોદીએ મુલાયમ સિંહ યાદવને કર્યાં  યાદ 

ભરૂચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદીએ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું.નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી. PM મોદીએ જંબુસરમાં 2506 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું છે.બીજી બાજુ દહેજમાં 558 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે. રૂ.100 કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-1 અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ અને STP પ્લાન્ટનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું.

ભરૂચના આમોદમાં તેમણે જનસભાને સંબોધી હતી. મોદીએ ભારત માતા કી જય બોલાવીને સભા સંબોધનની શરૂઆત કરી હતી.તેમણે મુલાયમસિંહ યાદવને યાદ કર્યાં હતા. મોદીએ કહ્યું, મુલાયમ સિંહ સાથે મારો જૂનો સંબંંધ હતો. તેમના નિધનથી દેશને મોટું નુકસાન થયું છે. તેમની અને મારી વચ્ચે આત્મીયતાનો ભાવ હતો. સંસદમાં મુલાયમ સિંહે કહ્યું હતું કે, મોદી સૌને સાથે રાખીને ચાલે છે.

ભરૂચના અનેક મહાનુભાવોએ દેશનું ગૌરવ વધાર્યું છે. પંડિત ઓમકાર ઠાકુરની ભરૂચમાં મોટી ભૂમિકા હતી. કનૈયાલાલ મુનશીના યોગદાનને ક્યારેય ન ભૂલી શકાય. દેશ અને ગુજરાતના વિકાસ માટે ભરૂચની મહત્વની ભૂમિકા છે. ઉદ્યોગ,બંદર,વેપારમાં ભરૂચનો જય જય કાર થાય છે, ગુજરાતે દેશભરના લોકોને દિલથી સાથે રાખ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch